________________
અન્યત્વ ભાવના,
૧૫ મળેલ નિધાન અને ઘરબાર સ્ત્રીને ભળાવી, રાજીખુશીથી તેની સંમતિ લઈ ગુરૂની પાસે જઈ દીક્ષા અંગીકાર કરી. મહેશ્વરદત્ત મુનિ સંયમ પાળી ધર્મની આરાધના કરી સદ્દગતિને પામ્યા.
મહેશ્વરદત્તની પેઠે આ દુનીયામાં એવા કંઈક બનાવો બનતા હશે. મહેશ્વરદત્તને જ્ઞાની ગુરૂનો જેગ મળ્યો તો તેને નિસ્તાર થયો. બાકી ધણું અજ્ઞ છો આવાં કૃત્યોથી ભવભ્રમણ કરે છે અને અનંત સંબંધો બાંધે છે, પણ ભવાંતરમાં તેમને કોઈ સંબંધી કામ આવતા નથી. એટલા માટે જ સગાં વહાલાં કુટુંબીઓ વગેરેને સંબંધ પક્ષીઓના મેળા જેવો જણવ્યો છે. મનુષ્યનું જીવન એ પક્ષીઓની રાત્રિ છે અને મૃત્યુ એ પક્ષીઓનું પ્રભાત છે. પ્રભાત થતાં સઘળાં પક્ષીઓ જુદાં પડી જાય છે અને સૌ સૌને માર્ગે ચાલ્યાં જાય છે, તેમ મૃત્યુ થતાં સર્વે પોતપોતાને માર્ગે પ્રયાણ કરે છે. પક્ષીઓ તે વળી ભેગાં પણ થાય અને એક બીજાને ઓળખી પણ કાઢે, પણ મનુષ્યો તો જુદા પડ્યા પછી ભવાંતરમાં કોઈ કોઈને ઓળખતા નથી, અને સંભારતા પણ નથી, તેથી એકત્વભાવનાથી એકતાનું ખરૂં સ્વરૂપ ચિંતવી જંજાળને તોડી નિરૂપાધક સુખ અને નિરૂપાધિક પ્રેમ મેળવવા કેશીશ કરવી. (૪૦-૪૧)