________________
ભાવના-શતક જે પાડાને વધ કર્યો તે કોણ હતો? મહેશ્વરદત્તે પૂછયું, મહારાજ ! તે કોણ? મુનિએ કહ્યું, ભદ્ર! એ જ હારે બાપ. હારા બાપને જીવ જ પાડારૂપે અવતર્યો હતો કે જેને તેં તલવારથી કાપી નાખ્યા. આ સાંભળી મહેશ્વરદત્ત પૂછયું, મહારાજ ! શું આ ખરેખર છે ? મુનિએ કહ્યું, અમે અસત્ય બોલતા નથી. જ્ઞાનથી જોવામાં આવ્યું તેવી રીતે કહ્યું. પણ વાત હજી લાંબી છે. માત્ર આટલું જ અઘટિત નથી કર્યું, પણ પેલી કુતરી કે જેને લાકડીને સખ્ત ઘા તે માર્યો છે તે હારી જનની-માતા છે. હારી માતા જ માયા અને લોભને વશે ભરીને કુતરી થઈ છે. તેની તે લાકડીથી આજે તે ભારે સેવા બજાવી છે. મહેશ્વરદત્તના ચહેરા ઉપર આ શબ્દો સાંભળવાની સાથે શરમના શેરડા છુટે છે અને મનમાં પશ્ચાત્તાપ સાથે ખેદ થાય છે. એટલામાં તો વળી મુનિએ કહ્યું, ભાઈ! તારી અસમંજસતાની અવધિ આટલેથી જ નથી, પણ જેને તું રમાડે છે, જેને જોઈને તું ખુશી થાય છે તે તે હારી સ્ત્રીને જારપુરૂષ છે. હારા હાથે જ જેનું મોત નિપજયું હતું, તે જ તારે દુશ્મન, હારા પુત્રરૂપે ઉત્પન્ન થયો છે. હે ભદ્ર! આ વાત જે હને માનવામાં ન આવતી હોય તો, જે આ કુતરી કે જેને આ વાત સાંભળતાં ઈહાપોહ થયો અને તેથી જાતિસ્મરણ જ્ઞાન ઉપજયું છે, તે હારી ખાત્રી કરશે. એટલું કહી મુનિ ત્યાંથી રવાના થયા અને પિતાને સ્થાને ગયા. પછવાડે કુતરીએ તેના પૂર્વના પુત્રને ઘરની અંદરનું નિધાન બતાવ્યું. તેથી મહેશ્વરદત્તને સઘળી વાત સાચી માનવામાં આવી, એટલે એકદમ મુનિની પાસે ગયા અને અત્યંત ઉપકાર માનવા લાગ્યો. હે મહારાજ ! અજ્ઞાનવશે આવું અકૃત્ય મારે હાથે થયું તેને છુટકારો કેવી રીતે થાય ? પાતક કેમ દૂર થાય ? આપ પતિતપાવન છે, માટે મારો ઉદ્ધાર કરો. ગુરૂએ અવસર જાણું બોધ આપ્યો. મિથ્યાત્વ માર્ગ છોડાવ્યું. મહેશ્વરદત્તે પોતાની સ્ત્રીને આ બનાવની સઘળી હકીકત સમજાવી, તેથી ઉત્પન્ન થયેલ વૈરાગ્યવૃત્તિ નિવેદિત કરી,