________________
૧૯ર
ભાવના-શતક કૃત્ય ઉઘાડાં પડવાં. કમાડ ઉઘડ્યાં અને ગાંગિલાને યાર પકડાયે ઝનુન ઉપર ચડેલ મહેશ્વરદત્તે તેના પર ખૂબ હાથ અજમાવ્યો અને મેથીપાક ચખાડ્યો. કેઈ સખ્ત ઘા મર્મસ્થાનમાં લાગવાથી તેના પ્રાણુ ઉડી ગયા, પણ મરતી વખતે તેણે પિતાને દેષ દીઠો કે “જ્યારે આ દુરાચાર સેવ્યો ત્યારે તેની શિક્ષા મને મળી. મારા કર્મનું કે મારી દુષ્ટતાનું જ આ પરિણામ છે.” આવી વૃત્તિથી તે મરીને સ્ત્રીમાં વાસના રહેવાથી તે સ્ત્રીની કુખે જ પોતાના વીર્યમાં ઉત્પન્ન થયે. મહેશ્વરદત્તે યારને મારી નાંખ્યો પણ સ્ત્રીને વિશેષ ઠપકે ન આપે, તેમ તેના દોષને પ્રકાશ પણ ન કર્યો, કેમકે તે સમજ હતો કે ઘરનું છિદ્ર પ્રકાશવાથી ઘરની આબરૂ કમ થાય, માટે નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે
आयुर्वित्तं गृहच्छिद्रं । मंत्रमेषजमैथुनं ॥ दानं मानं चापमानं । नवकार्याणि गोपयेत् ॥ १ ॥
અર્થ–આયુષ્ય, પૈસે, ઘરનું છિદ્ર, મંત્ર, દવા, કામક્રીડા, દીધેલું દાન, કોઈ ઠેકાણે સન્માન થયું હોય તે, અને અપમાન થયું હેય તે, આ નવ કાર્યો ડાહ્યા માણસે ગુપ્ત રાખવાં, પણ પ્રકાશમાં લાવવા નહિ.
વળી મહેશ્વરદત્તે વિચાર્યું કે જાર મરી જવાથી હવે તે ઠેકાણે આવી જશે, તેથી મારું ઘર જેવું છે તેવું જળવાઈ રહેશે. સ્ત્રીને પણ દિવસે દિવસે જરને યાર ભુંસાતે ગયો અને પતિના ઉપર પ્રેમ જાગૃત થયો. પિતાની ખરાબ ચાલચલગત પતિએ જાણ્યા છતાં પણ કાંઈ ઠપકે ન આપો તેથી પતિની ભલમનસાઈ તેની સ્મૃતિમાં તરવા લાગી. થોડા વખતમાં બંનેના મન એકરસ થઈ ગયાં, એટલું જ નહિ પણ પુત્રની આશા જણાયાથી સંતતિ ઈચ્છનાર મહેશ્વરદત્તનું મન સ્ત્રી તરફ વધારે પ્રેમાળ રહેવા લાગ્યું. અનુક્રમે પુત્રને પ્રસવ થશે. બાળક કંઈક હેટું થયું એટલે પતિ પત્ની અને તેને