________________
અન્ય ભાવના.
૧૯ી
પણની માંદગીમાં મરણ પામી. મરણ વખતે તેની પણ ઘરમાં વાસના રહેવાથી અને અશુભ કર્મને જેગથી એના ઘરની શેરીમાંની એક કુતરીને પેટે અવતરી. એક થયે પાડે અને બીજી થઈ કુતરી. માબાપના મરણ પછી મહેશ્વરદત્ત અને તેની સ્ત્રી ગાંગિલા સિવાય તેના ઘરમાં કે ત્રીજું જ રહ્યું નહિ. ગાંગિલાનું રૂપ મનોહર હતું, તેમ જ તે ધર્મહીન અને વિષયલંપટ હતી, સાસુ સસરાની હયાતી સુધી તેની બાહ્ય પવિત્રતા જળવાઈ રહી હતી, પણ પાછળથી મહેશ્વરદત્ત ધંધાને માટે બહાર જતો ત્યારે એકાંતનો પ્રસંગ મળવાથી કોઈ પરપુરૂષના પ્રેમમાં પડી ગઈ. એક તરફ મહેશ્વરદત્ત પરિશ્રમથી પૈસા પેદા કરતે, બીજી તરફ તેની સ્ત્રી જારના પ્યારમાં મોજશોખ ઉડાવતી અને પૈસાનું પાણું કરતી. કેટલાક સમય પછી તેમના પાપનો ઘડો ભરાય. મહેશ્વરદત્ત એચિંતે બહારથી ઘેર આવ્યો. જુએ છે તે અંદરથી બારણું બંધ દીઠાં. વહેમ પડવાથી બારીમાં ડોકીયું કરીને જોયું તે અંદર બીજે પુરૂષ નજરે પડ્યો. કમાડની સાંકળ ખખડાવી, તેથી અંદરનાં બંને જણ ભયભીત થયાં. અંદર છુપાવાની જગ્યા ન હોવાથી ગભરામણમાં ઓર વધારો થયો. પતિ સિવાય બીજો કોઈ હશે તેને બહારથી જ પાછો વાળીશ, એવા આશયથી ગાંગિલાએ કઈ તરડમાંથી બારીકાઈથી જોયું તેટલામાં તે અવાજ સંભળાય કે કમાડ ઉઘાડ. આ અવાજથી તેના હોશકોશ ઉડી ગયા. અરે ! આ તો ઘરધણી એટલે ઉઘાડ્યા વિના છુટકે નથી, અને યારને બચાવવાનો બીજો કોઈ રસ્તો નથી, હવે શું થશે? ખરેખર, હવે અમારે પાપનો ઘડે કુટ્યો, તે પણ કંઈ બચાવ તો કહું એમ ધારી તેણે કહ્યું કે કંઇ શરીરના કારણથી કમાડ બંધ કર્યો છે તે થોડા વખત પછી ઉઘાડીશ; ત્યાંસુધી કંઈ કામ હોય તો કરી આવે. મહેશ્વરદત્ત કહ્યું, રાંડ ઉઘાડે છે કે નહિ ? નહિતો કમાડ તેડીને અંદર આવું છું. અંદર કોણ તારે બાપ ભરાય છે? જલદી ઉઘાડ. ગાંગિલાનાં