________________
ભાવના-ચાલક
પૂર્વનાં દુશ્મન આ ભવનાં સગાં બને છે. જન્મપરંપરામાં આવી અનેક વિચિત્ર ઘટનાઓ બન્યા કરે છે. મહેશ્વરદત્તે પિતાના બાપના શ્રાદ્ધમાં ભવાંતરમાં ગયેલ બાપને જ મારી નાંખ્યો, તેનું દષ્ટાંત આ પ્રસંગે ભૂલવા જેવું નથી.
દષ્ટાંત-વિજયપુરમાં મહેશ્વરદત્ત નામને એક ક્ષત્રિય રહેતો હતો. તેનાં માબાપ વૃદ્ધાવસ્થાને લીધે કામકાજથી ફારગત થયાં હતાં, તેપણ તેમને ઘરની લોલુપતા ઘણી હતી. તે ઘરના કોઈ પણ માણસનું ધર્મ તરફ બિલકુલ લક્ષ્ય નહતું. તેના કુટુંબમાં માંસાહારનું પણ પ્રવર્તન હતું. મહેશ્વરદત્ત રાતદિવસ ધંધામાં મા રહેતા, ત્યારે તેનાં વૃદ્ધ માબાપ આશા તૃષ્ણ અને પાપિષ્ટ વૃત્તિએને વશ થઈ કુવાસના અને અશુભ કર્મોને સંગ્રહ કરતાં હતાં. એકદા મહેશ્વરદત્તને પિતા રોગગ્રસ્ત થયો. ઉપચાર કરતાં પણ આરામ થયો નહિ. અવસાનસમય આવેલ જાણ મહેશ્વરદત્ત પિતાની પાસે બેસી કહેવા લાગ્યો કે, હે પિતાજી ! તમે કોઈ પણ જાતની ચિંતા મનમાં રાખશે નહિ, આપણું જાતિના રિવાજ પ્રમાણે જે કંઈ કરવું ઘટશે તે સઘળું હું કરીશ. તે ઉપરાંત તમારા મનમાં કંઈ ઈચ્છા હોય તો કહે તે પ્રમાણે હું કરું. પિતા બોલ્યા, હે દીકરા ! મને કંઇ પણ જોઈતું નથી. મારી ભલામણ એટલી જ છે કે તું વધારે પડતું ખરચ કરીશ નહિ. આપણાં જાનવરો–ગાયો ભેંસ વગેરેને બરાબર સાચવજે. વળી આપણા કુળને એ રિવાજ છે કે બાપની વરસીને દિવસ આવે ત્યારે એક પાડો મારી બાપનું શ્રાદ્ધ કરવું. મને ખાત્રી છે કે તું પણ તે પ્રમાણે વર્તીશ. મહેશ્વરદત્તે કહ્યું, હે પિતાજી ! તમે નિશ્ચિત રહે. તે સધળું હું જાણું છું અને તે પ્રમાણે કરીશ. આખરે વૃદ્ધ પિતા મરણ પામ્યા. ઘર, જાનવરે અને પાડાની જે વિચારણામાં મરણ પામવાથી વાસનાનુસાર તે તેના જ ઘરની ભેંસને પેટે પડાપણે અવતર્યો. કેટલાક વખત પછી મહેશ્વરદત્તની માતા પણ ઘડ