________________
અન્યત્વ ભાવના ઘણા પ્રેમથી રમાડવા લાગ્યાં. દરમ્યાન શ્રાદ્ધના દિવસે આવ્યા, તે વખતે મહેશ્વરદત્તને બાપનું શ્રાદ્ધ કરવાનું હતું. પેલે પાડે પણ
હોટ થવા આવ્યો છે તેથી બીજા પાડાની તપાસ ન કરતાં ઘરના પાડાને શ્રાદ્ધમાં મારવાનો નિશ્ચય મહેશ્વરદત્ત કર્યો. શ્રાહમાં સગાં વહાલાંઓને નોતર્યો. પોતાની જાતે પાડાને મારી તેનું માંસ પકવી પિતાની જાતે સગાં વહાલાંને જમાડવા લાગ્યો. જે બાપનું શાહ કરવું છે તે જ બાપના જીવને (પાડાને) તલવારથી મારી નાંખે. અરે, એટલું જ નહિ પણ જે માતા કુતરીપણે અવતરી છે, સ્નેહ અને વાસનાને લીધે ઘરની આસપાસ જ રહે છે, તે કુતરી કંઈ ખાવાની લાલચે અંદર આવી, તેથી તેને બહાર કહાડવા મહેશ્વરદત્તે (પુત્ર) એક લાકડીને સખ્ત ઘા માર્યો, તેથી તેની કેડ ભાંગી ગઈ. કુતરી બહાર આવી ત્યાં પાડાનાં હાડકાં વગેરે પડડ્યાં હતાં તે ચાટવા લાગી. મહેશ્વરદત્તને છોકરાના ઉપર ઘણો મેહ હોવાથી ઘડીએ ઘડીએ તેને ખોળામાં લે છે, રમાડે છે, બચ્ચીઓ ભરે છે અને મનમાં ખુશ થાય છે. આ વખતે એક જ્ઞાની મુનિ ગૌચરીએ નીકળ્યા હતા તે મહેશ્વરદત્તના ઘર પાસે થઈ નીકળ્યા. જ્ઞાનને ભેગે આ સઘળો બનાવ છે. આ વિચિત્ર ઘટનાથી વિસ્મય પામી મસ્તક ધુણાવ્યું. મહેશ્વરદત્તની તે તરફ નજર ગઈ અને મુનિને મસ્તક ધુણાવતા જોયા. બહાર આવી કારણ પૂછ્યું. મુનિએ કહ્યું, ભાઈ! આ બધી મોહની લીલા છે. તેમાં અજ્ઞાનને લીધે કેવા કેવા અઘટિત બનાવો બને છે તેને એક નમુને આજે મારા જોવામાં આવ્યો. મહેશ્વરદત્તે પૂછયું, મહારાજ ! એવું શું અઘટિત આંહિ બન્યું છે કે જેથી આપને મસ્તક ધુણાવવું પડયું? મુનિએ કહ્યું કે ભાઈ ! આ કહેવા જેવી વાત નથી. માત્ર સમજવાની જ છે. પણ હારી જે ખાસ સાંભળવાની ઈચ્છા હોય તે મને કહેવામાં બાધ નથી. મહેશ્વરદત્તે સાંભળવાની ઉત્કંઠા બતાવી, ત્યારે મુનિએ કહ્યું, હે ભદ્ર! આજે તું હારા બાપનું શ્રાદ્ધ કરે છે પણ તને ખબર નથી કે તે
૧૭