________________
અન્યત્વ ભાવના.
૧૮૧ હારો પ્રકાશ અધિક છે. સૂર્યના પ્રકાશનો થોડા કલાક ઉદય અને થોડા કલાક અસ્ત રહે છે, પણ હારા પ્રકાશને ઉદય થયા પછી તેને કદાપિ અસ્ત થતો નથી. વૃક્ષની છાયા માફક અસ્થિર નહિ પણ તું સ્થિર છે. જન્મવું મરવું શરીરને છે, હવે નથી. તું શરીરને અતિરિક્ત હોવાથી હારે જન્મવું પણ નથી અને મરવું પણ નથી. પુત્રના જન્મથી હરખાવાનું અને તેના મૃત્યુથી દિલગીર થવાનું પણ કંઈ કારણ નથી.
દષ્ટાંત-એક શ્રીમંત ગૃહસ્થને એકને એક પુત્ર બિમાર પડયો, ત્યારે તેનાં માબાપ રડવા લાગ્યાં: હાય હાય હવે કેમ થશે? છોકરાનું નામ ચીમન હતું. તેઓ કહેવા લાગ્યા કે જે ચીમનને આરામ થાય તો અમારે ખાવું પીવું છે, નહિતો આજથી ખાવા પીવાનું બંધ છે. જેમ જેમ તેઓ રૂદન કરવા લાગ્યા તેમ તેમ ચીમનને પણ રોગની વૃદ્ધિ થતી ગઈ. તેઓએ ચીમનના જીવવાની આશા લગભગ મૂકી; અને રડતાં રડતાં બોલ્યાં કે બસ, હવે અમારે જીવવું નથી. ઘણું માણસે તેમને સમજાવવા લાગ્યા કે આમ અધીરાં ન બને. વખતે હજી આરામ પણ થાય, નહિતો દુનીયામાં જન્મવું અને મરવું લાગી રહ્યું છે. પણ શેઠના મનમાં ધીરજ રહેતી નથી. એવામાં એક મહાત્મા ત્યાં નિકળી આવ્યા. શેઠને તે ઓળખતા હતા તેથી શેઠને કહ્યું કેમ આજે આટલા બધા અધીરા બની ગયા છો ? શેઠ કહે કે અરે મહારાજ ! મારા ભાગ્ય ફુટયાં, મારો દિવસ પરવાર્યો, મારા ઉપર દુઃખનું વાદળ તૂટી પડ્યું, - મહાત્મા–પણ છે શું? આટલી બધી ગભરામણનું શું કારણ છે? શું કાંઈ તમને નુકસાન લાગ્યું છે ?
શેઠ–અરે મહારાજ ! આથી વધારે શું નુકસાન ? મહાર એકને એક દીકરો ચીમન મોતને બિછાને સૂતો છે.
મહાત્મા–હે ! શું કહે છે ?