________________
૧૮૦
ભાવના રાતક.
હારે ખેદ કરવાનું કારણ નથી. આ બધી બહારની સંપત્તિ પુણ્યને આશ્રી ન્યૂનાધિક મળે છે, ઘેાડા વખત રહે છે, પાછી અદૃશ્ય થાય છે; તે ઉપર સુખનેા આધાર રાખવાના નથી; કારણુકે તે વૃક્ષની છાયા માફક અસ્થિર છે; છાયા સ્થિર દેખાય છે, પણ ખરી રીતે એક ક્ષણ પણ તે સ્થિર રહેતી નથી, તેમ માયા–સંપત્તિ કદાચ સ્થિર દેખાતી હોય, તાપણુ તે ખરી રીતે સ્થિર નથી, પણ અસ્થિર છે. જેના પાયે। અસ્થિર હાય તેના ઉપર સુખનું ચણતર ચણીએ તા તે સ્થિર ક્યાંથી થાય ? જે વસ્તુ સ્વભાવે અસ્થિર છે, તેને સ્થિર માનીએ કે સ્થિર બનાવવાના પ્રયત્ન કરીએતા તેનું પરિણામ દુઃખમાં જ આવે. પત્થરમાંથી કોઇ દિવસે પાણી નીકળવાનું છે? અગ્નિના ભક્ષણથી કાઇની ક્ષુધા શાંત થઈ છે ? રેતીને પીલી કાઈએ તેમાંથી તેલ કહાડયું છે? પાણીનું મથન કરવાથી કાઇને માખણુ મળ્યું છે? સઘળા પ્રશ્નોના ઉત્તર નકારમાં જ આપવા પડશે. તેવી રીતે અસ્થિર માયા-સપત્તિમાંથી કાઈને સુખ મળ્યું નથી અને મળવાનું પણ નથી. મૃગતૃષ્ણાથી—પાણીના ઝાંઝવાથી મૃગની તૃષા ઢળતી નથી પણ ઉલટી વધે છે, તેમ અહિરાત્મભાવથી સુખને બદલે ઉલટી દુ:ખની વૃદ્ધિ થાય છે; માટે તું હૅને પેાતાને આળખ. જેના નાશ થાય છે, તે તું નથી. જેની તે તું નથી. જેનેા ઉદય અને અસ્ત જેને રાગ અને ગ્લાનિ થાય છે, તે તું નથી. જેને ખાવાનું મળે છે તા વધે છે, અને ન મળવાથી શાષાઈ જાય છે, તે તું નથી. જે શસ્ત્રથી વિધાય છે, કપાય છે, છેદાય છે, ભેદાય છે, જોડાય છે, અને વિખરાય છે, તે તું નથી. જેને ચારા ચારે છે, અગ્નિ ખાળે છે, પાણી પલાળે છે, ધૂળનાં તાકાના દાટી દે છે, તે તું નથી. જેના માટે લડાઇઓ, મારામારી થાય છે, તે તું નથી. તું કાણુ છે અને હારૂ' સ્વરૂપ કેવું છે તે આ ત્રણ કાવ્યમાં દર્શાવ્યું છે. અર્થાત્–તું જાં નથી પણ જ્યાતિ રૂપ ચૈતન્ય સ્વરૂપ તુ છે. સૂર્ય કરતાં પણુ
હાનિ વૃદ્ધિ થાય છે,
થાય છે, તે તું નથી.