________________
૧૮૪
ભાવના–શતક પહોંચવું, એ હારા કર્તવ્યની શ્રેણી છે. તે માર્ગ ગજસુકુમાલે કેવી રીતે સાથે તેને પરિચય કરવો હોય તે સાંભળ.
દષ્ટાંત–ગજસુકમાલ કૃષ્ણ મહારાજને નહાને ભાઈ થતો હતો. તેની માતા દેવકીજીના સાત પુત્રો બીજે ઉછરેલા હોવાથી એક પુત્રનું પિતાને હાથે લાલન પાલન કરવાની મનમાં બહુ હેશ હતી. કૃષ્ણ મહારાજે હરિણમેષી દેવતાનું આરાધન કરી પિતાને એક બહાને ભાઈ હોવાની માંગણી કરી. દેવતાએ કહ્યું “તથાસ્તુ.” અનુક્રમે ગજસુકુમાલને જન્મ થયે. માતાને તેના ઉપર બહુ પ્રેમ હતો. ઘણું જ લાડ કેડમાં બીજના ચંદ્રની માફક ગજકુસુમાલ ઉછરવા લાગ્યો. ભણી ગણી યૌવન અવસ્થાને પામ્યો, તે દરમ્યાન બાવીસમા તીર્થંકર નેમિનાથ પ્રભુ દ્વારિકા નગરીની બહાર સહસ્ત્રાંબ નામે ઉદ્યાનમાં સમવસર્યાં. કૃષ્ણ મહારાજ ગજસુકુમાલને સાથે લઈ પ્રભુના દર્શન કરવા જાય છે, ત્યાં રસ્તામાં સોમિલ બ્રાહ્મણનું ઘર આવ્યું. તે ઘરની અગાસીમાં ઘણું જ સૌન્દર્યવાળી સમા નામની સોમિલ બ્રાહ્મણની કુંવારી કન્યા પિતાની સખીઓ સાથે સેનાના તારે ખેંચેલા દડાથી રમતી હતી. કૃષ્ણ મહારાજની તેના ઉપર નજર પડતાં જ તેની સાથે ગજસુકુમાલનું લગ્ન કરવાનો વિચાર કર્યો. સેમિલને બોલાવી સેમાના લગ્ન સંબંધી વાતચીત કરી સમાને કુંવારા અંતઃપુરમાં મેકલાવી લીધી. ત્યારપછી બન્ને ભાઈ સહસ્ત્રાંબ વનમાં પહોંચ્યા. પ્રભુની દેશના સાંભળીને ગજસુકુમાલને વૈરાગ્ય ઉત્પન્ન થ. ઘરે આવી માતાની પાસે પ્રભુના દર્શન કરવાની અને દેશના સાંભળવાની વાત કરી, તે સાંભળી માતા ખુશી થયાં; પણ જ્યારે સંસાર છોડવાની અને દીક્ષા લેવાની વાત કરી, ત્યારે દેવકીજીને એકદમ મૂર્છા આવી ગઈ. ઉપચાર કરતાં શુદ્ધિ આવી ત્યારે માતાએ પુત્રને સંસારમાં રાખવા ઘણે પ્રયત્ન કર્યો. કૃષ્ણ મહારાજને બોલાવી તેની મારફત રોકવા ઘણી કોશીશ કરી, પણ ગજસુકુમાલને રંગ ઉતર્યો નહિ. ઘણું કાલાવાલાથી એક દિવસનું રાજ્ય સ્વીકારી