________________
અન્યત્વ ભાવના
૧૮૫
બીજે દિવસે હેટી ધામધુમથી નેમનાથ પ્રભુ પાસે દીક્ષા લીધી. તે વખતે રોતાં રોતાં માતાએ કહ્યું હે દીકરા ! તેં મહને તો રોડરાવી છે, પણ હવે એવી કરણ કરજે કે જેથી બીજી માતાને રોવરાવવી ન પડે. અર્થાત સંયમ પાળી જન્મ જરા મૃત્યુના બંધનને અંત કરજે.
ગજસુકુમાલે દીક્ષા લીધા પછી તુરત જ નેમનાથ પ્રભુને પૂછયું કે થોડા વખતમાં સિદ્ધિ મેળવવાને કોઈ પણ માર્ગ છે ? પ્રભુએ કહ્યું : હા, શરીર અને આત્માની ભિન્નતાને દઢતર સતત અભ્યાસ અને તેની કસોટી તરીકે બારમી ભિખુની પડિમા. સ્મશાન ભૂમિમાં કાઉસગ્ગ કરી ભેદ જ્ઞાનમાં નિરંતર સ્થિરતા પ્રાપ્ત કરવાથી તરત સિદ્ધિ મેળવી શકાય છે. ગમે તે ઉપસર્ગ આવે તે તેનાથી પાછા હઠવું ન જોઈએ. ગજસુકમાલે કહ્યું, હે પ્રભુ ! તે ભાગ લેવાની મારી ઈચ્છા છે. આપની આજ્ઞા હોય તો હું સ્મશાનમાં જઈ અચલપણે ધ્યાન ધરું. નેમનાથ પ્રભુએ યોગ્યતા જાણે હા પાડી. ગજસુકુમાલે એકાએકી સ્મશાનમાં જઈ કાઉસગ્ન કર્યો. સંધ્યા સમયે સોમિલ જંગલમાંથી અગ્નિહામ માટે સમિધનાં લાકડાં લઈ તે રસ્તે પાછો ફર્યો, ત્યારે ગજસુકુમાલ ઉપર તેની દૃષ્ટિ પડી. જોતાં વેંત તેને ક્રોધ પ્રગટોઃ અરે ! જેની સાથે સોમાનાં લગ્ન થવાનાં હતાં, તે ગજસુકુમાલ તો સાધુડો થઈ આંહિ ઉભે છે. અરે દુષ્ટ ! હારે જે મુંડાવું જ હતું તે શા માટે મહારી દિકરીને કુંવારા અંતઃપુરમાં મોકલાવી રંડાપ અપાવ્યો? સમિલ બ્રાહ્મણ હતો પણ પ્રકૃતિએ ચંડાળ જેવો હતો. તેની સાથે પૂર્વને વૈરભાવ ઉલ, તેથી ગજસુકુમાલને સખ્ત શિક્ષા આપવાનો વિચાર કરી લાકડાંને નીચે મૂક્યાં. તળાવની લીલી માટી લાવી ગજસુકુમાલને માથે ફરતી પાળ બાંધી, બળતી રહેમાંથી ખેરના બળતા અંગારાની ઠીબડી ભરી ગજસુકુમાલને માથે ઠરાવી. ચરચર કરતી માથાની ચામડી બળવા લાગી. ચામડી પછી માંસ અને માંસ પછી મગજ સળગવા માંડયું. એક