________________
૧૬૦
ભાવના-શતકતરફ પાયદળ લશ્કર, નેકર ચાકર ગોઠવાયા. મહમ્મદને પલંગ પણ ત્યાં લાવવામાં આવ્યો. સઘળી ચીજોની વચ્ચે પલંગ ઉપર પડયા પડયા તેણે ચારે તરફ પોતાની લત ઉપર દૃષ્ટિપાત કર્યો. અપાર દેલત જોઈ તેના મનમાં વિચાર આવ્યો કે આટલી બધી દોલત એકઠી કરી, પણ મારે માટે તેને શું ઉપયોગ ?
સુલતાન–હે વજીર! કદાચ આ બિમારીમાંથી હું ઉઠું નહિ, તે પછી આ દોલત ભારે શા કામમાં આવવાની ?
વછર–કંઈ પણ નહિ.
સુલતાન—(ઉડે નિસાસો નાખીને) શું બિલકુલ કામ નહિ. આવે ?
વછર–આગળ ઘણું બાદશાહે થઈ ગયા છે, પણ આખર તેઓ એકિલા જ ચાલ્યા ગયા છે. કોઈની સાથે જમીન કે દોલત ગઈ નથી.
સુલતાન–પણ રસ્તામાં સ્વારી કરવાને એકાદ હાથી ઘોડે કે રથ તે સાથે આવશે કે નહિ? કામકાજ કરવાને બે ચાર કરે અને ત્યાં ઘરબાર બનાવવાને થોડી ઘણું દોલત તો આવશે કે નહિ?
વછર–નહિ, એક દમડી પણ સાથે આવવાની નથી.
સુલતાન–ત્યારે લડાઈઓ કરી, નિર્દોષ માણસોના પ્રાણ લઈ ધર્મમંદિરની લત લુંટી, જે બદી કરી તે જ મારા નસીબમાં રહી?
વછર–જી હા. તે સિવાય કશું પણ નહિ.
સુલતાન–અફસોસ-અફસ! ઈન્સાન છતાં શયતાન જેવાં કામે કરી, જુલ્મ અને ત્રાસ પ્રવર્તાવી આટલી દોલત ભેગી કરી, પણ તેમાંથી મને કંઈ કામ આવવાની નથી! ત્યારે હું ખરેખર મૂર્ખ, કે વગર પ્રયોજને બદીનાં કામે કરી નામ બદનામ કર્યું. તે