________________
એકત્વ ભાવના પણ રહેવા પામ્યું નથી. તે સઘળા એકલા આવ્યા અને એકલા ગયા. કોઈની સાથે આ પૃથ્વીની સંપત્તિ ગઈ નથી.
પૃથ્વી કહે મેં નિત્ય નવી, કેની ન પુરી આશ, કંઈક રાણા મર ગયે, કંઈક ગયે નિરાશ. ૧
આવા ઐતિહાસિક દાખલાઓ સાંભળી અને વર્તમાનનો અનુભવ મેળવી, “ જીવ એકલો આવ્યો અને એકલે જવાનું છે ” એ સિદ્ધાંતને મનમાં બરાબર ઠસાવી મમતાને દૂર કરી એકત્વ ભાવના ભાવવી. આ ભાવનાથી મરણ સમયના દુઃખમાં ઘણું ઘટાડો થઈ જશે, મોતને વખતે ધીરજ મળશે, શાંતિ રહેશે, હાય ય નહિ થતાં સદ્ગતિની પ્રાપ્તિ થશે. (૩૨-૩૩)