________________
અન્યત્વ ભાવના
૧૭૫ ઈચ્છા વિરૂદ્ધ પામનાર, આ બધે ભેદ શાથી? ભૂતોને સંગ બધાને સરખો છે. એક જ માબાપના વીર્યથી ઉત્પન્ન થએલા એક જ વેળાએ જન્મેલા બે ભાઈઓમાં ઉપર પ્રમાણે ભેદ જોવામાં આવે છે, પ્રત્યક્ષ દેખાય છે, તે શાથી ? કહેવું જ જોઈએ કે પુણ્ય પાપના યોગથી, શુભ અશુભ કર્મના વિપાકથી; કર્મ દેહાશ્રિત સંભવે નહિ, કિન્તુ આત્માશ્રિત છે. બાળકને જન્મવાની સાથે સુખ, દુઃખ, રોગ, આરોગ્ય, જવામાં આવે છે. આ દેહથી તો કર્મ કર્યું નથી, તો તે કર્મ ક્યાંથી આવ્યાં ? માનવું જ પડશે કે તે કર્મ પૂર્વ જન્મનાં છે અને આત્મા સાથે આવ્યાં છે. આમ યુક્તિથી અનુમાનથી આત્માની પૃથક્ સિદ્ધિ હોવા છતાં આત્મા શરીરથી જુદે નથી” એમ કહેવું અજ્ઞાનઅવિવેકભર્યું છે. એવા નાસ્તિક અને દેહાધ્યાસીઓને ગ્રંથકાર કહે છે કે આ-(દેખાય છે તે) શરીર અને તેની અંદર વ્યાપી રહેલો આત્મા એ બંને જુદા છે. બેને સ્વભાવ જુદો જુદો છે. શરીર જડ પરમાણુઓનું બનેલું પુગલરૂપ છે. ક્ષણમાં હાનિ, ક્ષણમાં વૃદ્ધિ અને ક્ષણમાં વિનાશ પામનાર હેવાથી ક્ષણિક-નશ્વર છે. રોગથી, જરાથી અને શસ્ત્રાદિકથી છેદન ભેદન પામનાર વિકૃત સ્વભાવવાળું છે; ત્યારે આત્મામાં તે ધર્મ નથી. ગીતામાં કહ્યું છે કે –
नैनं छिन्दन्ति शस्त्राणि । नैनं दहति पावकः ॥ न चैनं क्लेदयन्त्यापो । न शोषयति मारुतः ॥ १ ॥ अच्छेद्योयमदाह्योय-मक्लेद्योऽशोष्य एव च ॥ નિત્યઃ શર્વત: થાણુ–નવોચ સનાતનઃ + ૨ |
અર્થાત–આત્માને શસ્ત્રો છેદી શકતાં નથી, અગ્નિ બાળી શકતો નથી, પાણી પલાળી શકતું નથી, વાયરે શોષવી શકતો નથી. આત્મા અચ્છેદ્ય- છેદી ન શકાય તેવ, અદાહ્ય–બળી ન શકે તે, અકલે-ભીંજાઈ ન શકે તેવો, અને અશષ્ય–શેષાય નહિ. તે છે. તે નિત્ય-સર્વદા સ્થાયી, સર્વત્ર ઉપયોગ જનાર, સ્થિર,