________________
૧૭૬
ભાવના-શતક અચલ અને સનાતન છે. શસ્ત્ર, અગ્નિ, વાયુ, વિદ્યુત, વરાળ વગેરેના અકસ્માતે શરીરને નડે છે, શરીરને ઈજા પહોંચાડે છે, પણ આત્મા ઉપર તેની અસર થઈ શકતી નથી. ચંદ્રમા કરતાં પણ તેનું સ્વરૂપ વધારે નિર્મળ છે. કર્મના સંગથી અને વિપાકથી જ માત્ર તેને દેહ સાથે જોડાવું પડે છે, બંધનમાં આવવું પડે છે. કર્મની ઉપાધિથી દૂર થાય તો શરીરનો સંબંધ પણ છૂટી જાય છે. આમ બન્ને પદાર્થ ભિન્ન હોવા છતાં એક-અભિન્ન માનવામાં આવે છે, અને તે અજ્ઞાનથી જ દુઃખની પરંપરા ચાલે છે. દેહને જરી પણ ધક્કો લાગતાં હાયવોય કરી નાંખે છે. રાડ પાડી ધમચકડી મચાવે છે, આર્તધ્યાન ધ્યાવે છે, માથું પછાડે છે. આટલું બધું દુઃખ દેહાધ્યાસથી જ થાય છે; પણ જરી વિચાર કરે કે “હું જુદે છું અને દેહ જુદે છે. દેહના દંડ દેહને ભેગવવા પડે તેમાં મારે શું? કર્મો કેવી સહેલાઈથી બંધાય છે અને કેટલી મુશ્કેલીઓ ભેગવાય છે, તેને ખ્યાલ કરી કર્મને તમાસો જોઈ આનંદ પામું નહિ. દેહની દુગ્ધામાં ભારે શું કામ ઝપલાવું જોઈએ ?” અન્યત્વ ભાવના મનમાં ખડી થાય તે દુઃખને સંકલ્પ માત્ર પણ વિલય પામી જાય. (૩૬)
શરીરદાવ્યાત્મનોદ્દાસ रोगादिपीडितमतीवकृशं विलोक्य । किं मूढ रोदिषि विहाय विचारकृत्यम् ।। नाशे तनोस्तव न नश्यति कश्चिदंशो। ज्योतिर्मयं स्थिरमजं हि तव स्वरूपम् ॥ ३७॥
વરાત્મમાર્ચ ચામ: मृत्युन जन्म न जरा न च रोगभोगौं । हासो न वृद्धिरपि नैव तवास्ति किश्चित् ।।