________________
૧૭૧
અન્યત્વ ભાવના. પેટમાં શુળ આવવા માંડયું. શૂળની ઘણી પીડા થવા લાગી. કઈ ઓળખીતો માણસ પણ નહતો કે જે તેની સારવાર કરે. તેની પથારી એક ઓરડામાં મૂકવામાં આવી. જ્યારે બહુ પીડા થઈ અને રાડ પાડવા લાગ્યો ત્યારે મુસાફરો પિકી દયાળુ માણસોએ દવા વગેરેને બંબસ્ત કર્યો. પરદેશથી આવવાના મુસાફરો પણ આવી પહેચ્યા. પ્રેમચંદ શેઠે પણ બે ચાર નેકરની સાથે પિતાનો સરસામાન લઈ ધર્મશાળાના ઉપરના ભાગમાં એક દિવાનખાનું ઉઘડાવી ત્યાં ઉતારો કર્યો. રસોઈની તૈયારી થવા લાગી, તે દરમ્યાન પોતે કંઈ વાજીંત્ર લઈ વગાડવા મંડયો. ગાનતાનમાં ગુલતાન થયો છે. પૈસા કમાઈ ઘેર જવાનું છે તેથી ખુશાલી વ્યાપી રહી છે. બીમાર પડેલા છોકરાની દુઃખી બુમો સંભળાતી હતી, પણ પ્રેમચંદ શેઠને તેની કશી દરકાર નહોતી. મુસાફરીમાં કઈ પીડાતો હશે, તેમાં આપણે શું? એટલું જ નહિ, પણ બે ચાર દયાળુ ગૃહસ્થ વૈદ્યડોકટરની વ્યવસ્થા કરવાને ખરડો કરી સારા ગૃહસ્થો પાસે પૈસા ભરાવવા લાગ્યા. તેઓ પ્રેમચંદ શેઠની પાસે આવ્યા પણ રંગરાગમાં મગ્ન થએલા શેઠે તેમને કંઈ જવાબ ન આપ્યો. તે લોકોએ વધારે કહ્યું ત્યારે સાફ ના પાડી કે “અમારો વિચાર નથી, વિચાર થશે તો અમે પિતે સારવાર કરીશું. તમારી પેઠે ભીખ નહિ માગીએ.” દયાળુ ગૃહસ્થોએ સારવાર કરી, ડોક્ટરની ગોઠવણ પણ કરી, દવા ખવરાવી, પણ ખુટીની બુટી નથી. આયુષ્ય હોય તો ઉપાય ચાલે. છોકરાની બિમારી વધતાં બુમો પાડતાં પાડતાં તેના પ્રાણ પરલોકવાસી થયા. પોલીસને ખબર પહોંચાડયા. પિોલીસે તપાસ કરી તે તેના અંગરખાના ખીસામાંથી એક કાગળ નીકળ્યો. તે કાગળ પ્રેમચંદ શેઠને લખેલ હતો. સિપાઈઓએ તપાસ કરી કે પ્રેમચંદ નામને કઈ માણસ આમાં છે ? પિતાનું નામ સાંભળી પ્રેમચંદ શેઠે ગેખમાં બેઠા બેઠા કહ્યું કે કેમ? કોણ મહને બોલાવે છે? સિપાઈઓએ કહ્યું કે જે તમારું નામ પ્રેમચંદ હોય તો નીચે આવો, જુઓ આ