________________
૧૭૦
ભાવનાશતક.
ઘસાતી જતી હતી. ક્ષયના અસાધ્ય રાગ જાણે લાગુ પડયા હાથની તેમ ઘેાડા વરસમાં તેની હાલત દયાજનક થઈ પડી, ધંધા પડી ભાંગ્યા અને માથે કરજ થઈ ગયું, ત્યારે પ્રેમચંદે પરદેશ જવાના વિચાર કર્યાં. સારી રીતે પૈસેા જમા ન થાય ત્યાંસુધી પરદેશથી પાછા ફરવું નહિ, એવા નિશ્ચય તેણે પોતાના મનમાં કર્યાં; આ વખતે સંતતિમાં માત્ર બે ત્રણ મહીનાનેા એકછેકરા હતા. પેાતાની સ્ત્રીને માટે સાધારણ બદાબસ્ત કરી પ્રેમચંદ દરીયામાની મુસા ફ્રીએ દૂરદેશાવરમાં નીકળી ગયા. એક મ્હોટા વેપારીની પેઢીમાં નાકરીએ રહ્યો. પુણ્યદશા જાગવાથી પ્રેમચંદના કામમાં શેઠને વિશ્વાસ એસવા માંડયો. સાચી દાનત, ખંતથી કામ કરવાની પદ્ધતિ અને હુશીયારીથી પ્રેમચંદનું ભાન વધવા લાગ્યું અને પગારમાં પણ વધારા થયા. કેટલાક વખત પછી પોતાની જાત ઉપરપણ વ્યાપાર કરવા લાગ્યા. તેમાં સારા દાવ લાગી જવાથી ઘણી સારી કમાણી કરી. “ પૈસે પૈસા વધે ’ કહેવત પ્રમાણે ઘેાડા વરસમાં તેની પાસે સારી સરખી રકમ જમા થઈ. વખતે વખતે પ્રેમચંદને દેશમાંથી તેડાવવાના સંદેશા આવતા. પ્રેમચંદ્ન તેના એવા જવાબ વાળતા કે હમણાં પેદાશ સારી છે તે છેાડીને એક ઘડી પણ નીકળાય તેમ નથી, તમે ગમે તેમ ચલાવી લેજો. પૈસા જોઇએ તેટલી હુંડી ઉપાડી લેજો, છેાકરાને ભણાવજો, અને સારે ઠેકાણે તેનું સગપણુ કરજો. આવી રીતે પદરથી સેાળ વરસ પરદેશમાં ગાળ્યા; આખરે દીકરાના વિવાહ માટે ઉપરા ઉપરી કાગળા આવવા માંડવા, ત્યારે પ્રેમચંદે દેશમાં જવાનું કર્યું. કાગળમાં લખી વાળ્યું કે અમુક દિવસે અમુક દરે ઉતરીશ અને ત્યાંથી ચાલ્યા અમુક દિવસે ઘેર પહોંચીશ. આ કાગળ વાંચી પિતાની હામે અંદર સુધી જવાના પુત્રને વિચાર થયા. માની રજા લઈ પુત્ર લખેલી તારીખે બંદર કાંઠે જઈ પહોં ચ્યા અને એક ધર્મશાળામાં ઉતારા કર્યાં. પ્રેમચંદને ધાર્યાં કરતાં એક એ દિવસ રસ્તામાં વધારે લાગી ગયા. તે દરમ્યાન આ ાકરાને
"