________________
૧૬૮
ભાવના-ચાતક. કરવાથી, હું જાણું છું, હું વિચારું છું, એ વાક્યની સંગતિ થઈ શકે નહિ. જાણવું કે વિચારવું એ ધર્મ શરીર કે હાથ પગને હેઈ શકે નહિ, તેમ જ ઈન્દ્રિય મન અને બુદ્ધિને પણ હું શબ્દ લાગુ પડી શકે નહિ; હું ખાઉં છું, હું દોડું છું, એ વાક્યોમાં અનુપત્તિ આવે. ખાવું, દેડવું, એ ધર્મ ઈન્દ્રિયો, મન કે બુદ્ધિને સંભવી શકે નહિ. ત્યારે હું શબ્દને વાચ્યાર્થ શરીર, ઈન્દ્રિ, મન અને બુદ્ધિથી પર હેવો જોઈએ. જેની સાથે ખાવું, પીવું, હાલવું, ચાલવું, જાણવું, વિચારવું, બેસવું, ઉઠવું, વગેરે દરેક ક્રિયાને સંબંધ સંગત થઈ શકે, એ અવિચ્છિન્ન એક પદાર્થ હું શબ્દને વાચ્ય હેવો જોઈએ. તેવો પદાર્થ જીવ-આત્મા છે. દેહસંબ૯ જીવમાં દરેક ક્રિયાને સમાવેશ થઈ શકે છે. ખાનાર, ઉઠનાર, બેસનાર, ચાલનાર, જાણનાર, વિચારનાર, તે જ છે. હાથ, પગ, શરીર, ઈન્દ્રિ, મન, બુદ્ધિ, એ સઘળાં તેનાં સાધને છે. એ સઘળાને અધિષ્ઠાતા નિયામક જીવ–આત્મા છે. તે બીજા નશ્વર પદાર્થોની પેઠે નાશ પામતો નથી, પણ ચિરંસ્થાયી છે. શાશ્વત છે. મા, બાપ, ભાઈ, બહેન, સ્ત્રી, પુત્ર, પુત્રી, સગાં વહાલાંઓનો સંબંધ સાક્ષાત આત્માની સાથે નથી, પણ શરીરની સાથે છે, યા શરીરધારા આત્મા સાથે છે. તે સંબંધ શાથી થયો છે, તેને પણ વિચાર કરવો જોઈએ. જે તે સંબંધ વાસ્તવિક હોય તો તે સંબંધ તૂટવાની દહેશત રહે નહિ, પણ તેમ તો છે નહિ. આત્માને શરીર સાથેનો સંબંધ પણ વાસ્તવિક નથી, તે પણ કર્મને નિમિત્તે થયો છે. નામકર્મની ઉદારિક શરીર, ઉદારિક અંગોપાંગ વગેરે પ્રકૃતિઓના ઉદયથી શરીર સાથે સંબંધ થયો છે. તે પ્રકૃતિઓ ક્ષણે ક્ષણે ભોગવાતાં બળતા દીવાના તેલની માફક પુરી ભગવાઈ રહેશે, ત્યારે દીવો ફેલાવાની પેઠે તે સંબંધને અંત આવી જશે. જ્યારે શરીર સંબંધ પણ બીજા ઉપર આધાર રાખનાર છે, ત્યારે માબાપ સગાં વહાલાંઓનો સંબંધ કે જે શરીર પછી છે, તેની તો વાત જ શી કરવી? માબાપ