________________
અન્યત્વ ભાવના
एभिस्तवाऽस्ति कियता समयेन योगस्तत्त्वं विचिन्तय च पञ्चमभावनायाम् || ३५ ॥
૧૬૭
પાંચમી અન્યત્વ ભાવના.
અર્થ—હું કાણુ છું ? કયારથી આ જગમાં મ્હારી સ્થિતિ છે? મ્હારાં માતાપિતા શ્રી પુત્ર વગેરે બધાં કાણુ છે? એએની સાથે મ્હારા સબંધ શા નિમિત્તથી થયેા ? તે સઘળા વિચાર પાંચમી ભાવનામાં તું કર. (૩૪)
થાડા વખતના સમય.
જેને પેાતાના કરી માને છે, એવી ગાયેા ભેંસા હાથી ઘેાડા નાકર ચાકર ધરબાર હાટ હવેલી આગ બગીચા અને વૈભવ, એ બધાંની સાથે કેટલા વખતથી મ્હારા સંબધ થયા છે અને તે સબંધ કેટલા વખત રહેવાના છે, તેને તું પાંચમી અન્યત્ર ભાવનામાં વિચાર કર. (૩૫)
વિવેચન—મિશ્રિત થએલાં દુધ અને પાણીને હંસ જેમ જુદાં પાડે છે, તેવી રીતે અનાદિ કાળથી મિશ્રિત થએલ આત્મ અને અનાત્મ વસ્તુને વિવેકબુદ્ધિથી જુદા પાડવા અથવા પૃથક્કરણ કરી જુદા માનવા–જુદાપણાનું ચિંતવન કરવું તે અન્યત્વ ભાવના.
66
આ ભાવનામાં ‘હું ' અને અન્ય સબધીઓને સંબધ કેવા પ્રકારના છે, તે વિચારવાનું છે. પ્રથમ હું કાણુ છું” એના વિચાર કરવા જોઈ એ. દરેક પ્રતીતિમાં હું આવે છે. હું ખાઉં છું, હું પિઉં છું, હું ખેસ છું, હું ધનવાન છું, હું બુદ્ધિમાન છું, હું દાન દઉં છું, હું કરૂં છું, આ વાક્યામાં આવતા ‘હું' શબ્દના વાચ્યા શા છે? હું એટલે શરીર, હું એટલે હાથ પગ, હું એટલે ઇન્દ્રિયેા, હું એટલે મન કે હું એટલે બુદ્ધિ ? શરીર હાથ પગ કે ખાદ્ય અવયા હું શબ્દના વાચ્ય અની શકતા નથી, કેમકે તેમ