________________
-
એકવ ભાવના
૧૭ દર્દ ઉપર વૈદ્ય કે દવાની કશી અસર થતી નથી, તેમ મોહમુગ્ધ મનુષ્યની મમતા ઉપર પણ કશી અસર થતી નથી. વિચારશીલ માણસેએ સમજવું જોઈએ કે આ મમતાનું પરિણામ દુઃખ સિવાય બીજું કશું નથી. હા, મમતા રાખવાથી જે તે વસ્તુઓ પિતાની થતી હોય કે સાથે આવતી હોય, તો તે મમતા રાખી કામની; પણ તેમ તે થતું નથી. ઉલટું વધારે મમતાવાળાને વધારે દુઃખ થતું જોવામાં આવે છે. મમતાવાળો માણસ મરણપથારીએ પડે છે ત્યારે એક તરફ તેના શરીરમાં રોગોની પીડા થતી હોય છે; બીજી તરફ રોગો કરતાં પણ વધારે તેના ધનમાલની માનસિક પીડા તેને થાય છે. આંખમાંથી આંસુઓ વહ્યા જાય છે. બોલવાની શક્તિ હોતી નથી તે મનમાં મુંઝાયા કરે છે. હાય હાય ! હવે આ મારી મિલકતને કોણ સંભાળશે? દેશાવરમાં ચાલતી દુકાનને વહીવટ કોણ કરશે ? માણસે ઉપર દેખરેખ કણ રાખશે ? વગેરે અનેક તર્કવિતર્કો થવા માંડે છે. પોતાને હવે આ બધું છોડવું પડશે, એ વિચાર જ્યારે તેના મનમાં આવે છે ત્યારે વિજળીને ધક્કો વાગતાં જે આઘાત થાય તેવો આધાત તેના મનમાં થાય છે. આૉધ્યાનમાં દુર્ગતિના આયુષ્યને બંધ પાડે છે. તેને આ ભવ તો નિષ્ફળ ગયો પણ આવતા ભવને પણ તે બગાડે છે. પિતે કાલાવાલા કરતો દુઃખી થાય છે અને બીજાં સંબંધીઓને પણ વધારે શોચ કરાવે છે. તેના આવા કાલાવાલાથી મોતને દયા આવતી નથી તેમ તેની સંપત્તિના ડોળ દમામથી કે રૂશવતથી મત લલચાતું નથી. જો તેમ થતું હોત તે મહટા રાજા-મહારાજાઓ ભરત જ નહિ. જેઓ બેહદ મમતા રાખે છે તેને પૂછી જુઓ કે રાજા ભેજ, રાજા વિક્રમ અને અકબરશાહ કયાં ગયા ? આ ત્રણે રાજાએ અસાધારણ બળવાળા હતા. ભેજ રાજાને ખજાને દ્રવ્યથી ભરેલું હતું. કોઈ વિદ્વાન તેની પાસે આવતે તેને સારી બક્ષીસ આપી તેની દરિદ્રતા દર કરતે. એમ કહેવાય છે કે નવો શ્લોક લાવનારને સવા લાખ સેના