________________
૧૨
ભાવના-શતક દુઃખદાયક મમતાને છોડતો નથી. પિતાનું કઈ થવાનું નથી છતાં હારું હારું કરી રહે છે એ એક આશ્ચર્યની વાત છે. (૨)
હેટા રાજાએ પણ એકાએકી જ ગયા. જેની કીર્તિ દેશદેશમાં ચારે દિશાએ પ્રસરી રહી હતી અને જેની નીતિરીતિ ઘણી જ ઉત્તમ હતી એ દાનેશ્વરી રાજા ભેજ તેમ જ દુશ્મનોના દળને હંફાવનાર અને પ્રજાના દુઃખને દૂર કરનાર મહાપ્રતાપી રાજા વિક્રમ, અને અન્યાયરૂપી દુશ્મનને કાળ સમાન દિલ્હીના તખ્તને શોભાવનાર બાદશાહ અકબર, એ બધા જ્યારે મોતને આધીન થયા, ત્યારે દળબળ, ખજાને અને અંતઃપુર એ સર્વેને છેડી એકાએકપણે જ રવાના થયા છે, પણ કોઈને સાથે લઈ જઈ શકયા નથી, તે પછી બીજાની શી વાત કરવી ? માટે ખાત્રીપૂર્વક ધ્યાન રાખજે કે આ જીવ એકલો આવ્યો અને એકીલે જ જવાને છે. (૩૩)
વિવેચન—આ બને કાવ્યમાં મૃત્યુ સમયની સ્થિતિને ચિતાર આપે છે. મેહ અને માયામાં મુગ્ધ થએલા એમ સમજે છે કે “બીજા ભલે મરે, પણ આપણે કયાં મરવું છે?” કદાચ મરવાનું સમજતા હોય તો પણ મેળવેલી સંપત્તિ મૃત્યુ સમયે પણ સાથે આવવાની હેયની તેમ માની પાપનાં કાર્યો કરે છે. આશ્ચર્ય પામવા જેવું તો એ છે કે જ્યારે મોહનીને પડદો કંઈક દૂર થાય છે અને વિચારશકિત જાગૃત થાય છે, ત્યારે તે લોકો બીજાને મરતાં જોઈ અને પૈસા ટકા મૂકી એકાએકપણે જતાં જોઈ એમ પણ વિચાર કરે છે કે “ આપણી પણ આવી જ સ્થિતિ થવાની છે. ઘરબાર માલમત્તા સ્ત્રી પુત્ર સઘળાંને છોડી એકાએકી જવાનું છે” તો પણ મમતા મુકાતી નથી. મોહ અને માયાની વાસનાને લીધે મમતાનું મૂળ એટલું ઉંડું ઉતરી ગયું છે કે વિચાર શકિત, સત્સંગ, શાસ્ત્રશ્રવણું, સોધ, એમાંનો કોઈ ઉપાય કામે લાગી શકતો નથી. જેમ અસાધ્ય