________________
એકત્વ ભાવના
૧૫૯ ૧૨ બારમી સ્વારી ઇ. સ. ૧૯૨૪ માં સોરઠમાં પ્રભાસ પાટણના સોમનાથ તીર્થ ઉપર કરી. મંદિરનું રક્ષણ કરવાને હિન્દુ રાજાઓ હામે થયા પણ ફાવ્યા નહિ. મહમ્મદે મંદિર તોડયું. અપાર સોનું-રૂપું હીરા માણેક વગેરે ઝવેરાતનાં ગાડાં ભર્યો. સોમનાથના લિંગને કાયમ રહેવા દેવા માટે હિંદુ રાજાઓએ ઘણું કહ્યું, સોનાની લાલચ આપી, પણ તે કબૂલ ન કરતાં લિંગ તેડયું. તેની નીચેથી પણ પુષ્કળ હીરા માણેક વગેરે ઝવેરાત નીકળ્યું, કારણ કે તે ઘણા વખતનું જુનું મંદિર હતું અને તેમાં ઘણું સંપત્તિ એકઠી કરવામાં આવી હતી. આ લુંટ લઈ ગુજરાતમાંથી જતાં અણહિલપુર પાટણની ભૂમિ ફળદ્રુપ હોવાથી મહમ્મદને પસંદ પડી. ત્યાં રહેવાનું મન કર્યું પણ લોકો સાથે ગોઠતું ન આવવાથી એક વરસ રહી સ્વદેશ તરફ રવાના થયા. અજમેરને રસ્તે રજપૂત રાજાઓ ભેગા થયા છે, એમ બાતમી મળવાથી કચ્છ, સિંધ અને મૂલતાનને રસ્ત ગિજની જવા નિકળ્યો. રસ્તામાં તેના લશ્કરને ઘણું મુશ્કેલી નડી. લશ્કરના મ્હોટા ભાગનો ત્યાં નાશ થયો. પોતે મહા મુસીબતે ગિજની પહોંચ્યો. ત્યાર પછી તે હિન્દુસ્થાનમાં આવ્યો નહિ. તેણે મુસલમાન રાજાઓમાં સુલતાનનું પદ મેળવ્યું. તેની તૃષ્ણ અથાગ હતી. બાર મહેદી સ્વારીઓ ઉપર ગણવી તે અને પાંચ બીજી નહાની સ્વારીઓ મળી ૧૭ સ્વારીઓ કરી લુંટ મેળવી પુષ્કળ દ્રવ્યને સંગ્રહ કર્યો. આખરે ઈ. સ. ૧૦૩૦ માં તે બીમાર પડ્યો. આ બિમારીમાંથી સાજા થવાની જ્યારે તેને આશા ન રહી, ત્યારે તેણે વજીરને બોલાવી હુકમ કર્યો કે મારી સઘળી દેલત ખજાનામાંથી બહાર કહાડી એક મેદાનમાં ગોઠવો. મહારે તેનું અંતિમ દર્શન કરવું છે. વછરે હુકમ પ્રમાણે હીરા, માણેક, મોતી, લીલમ, પાના, પિખરાજ, સોનું, રૂપું, વગેરે સઘળું દ્રવ્ય, હાથી, ઘોડા, રથ, પાયદળ લશ્કર, સઘળું વ્યવસ્થાપૂર્વક ગોઠવાવ્યું. એક તરફ ઝવેરાતના ઢગલા. બીજી તરફ સોના રૂપાના ઢગલા, ત્રીજી તરફ હાથી-ઘોડા, ચેથી