________________
એકત્વ ભાવના
૧૫૭
કરે છે. તે એ કે બાંધેલી મુઠી હાથમાં કંઇ પણ કિમતી વસ્તુ હેવાનું સૂચવે છે, કારણ કે હાથમાં કઈ પણ વસ્તુ એક સ્થાનેથી બીજે સ્થાને લઈ જવાની હોય છે ત્યારે તે ખુલ્લે હાથે લઈ જવાની નથી, પણ મુઠી વાળીને લઈ જવાય છે. જન્મતાં બાળકની વળેલી મુઠી એમ જણાવે છે કે તે મનુષ્ય જીંદગીનો કિમતી સમય-પચાસ, સાઠ, સીત્તેર, એંસી કે નેવું વરસનો વખત લઈ આવ્યો છે. સત્કાર્ય કરવા અને પુણ્યનુષ્ઠાન આચરવા પુષ્કળ વખત તેના હાથમાં છે. એટલા વખતમાં તે આ લોકમાં અને પરલોકમાં સુખ આપે તેવી પુષ્કળ પુણ્યની કમાણી કરી શકશે. વળી આ ભવમાં ભોગવવાયોગ્ય પુણ્ય શુભ કર્મ પણ સાથે લઈ આવ્યો છે; એ સઘળું બાંધી મુઠી સૂચવે છે. મૃત્યુ વખતે હાથની સ્થિતિ જુદા પ્રકારની રહે છે. મુઠી વાળવાને બદલે હાથ ખુલ્લા રહે છે. તે એમ સૂચવે છે કે સારાં કૃત્યો કરવાને હાથમાં આટલો બધો વખત મળ્યો હતો, પણ વર્તન તેથી ઉલટું રાખ્યું, સુકૃત્યને બદલે દુષ્કૃત્યને સંચય કર્યો, પુણ્યને બદલે પાપ અને લાભને બદલે નુકસાની મેળવી સમય ગુમાવી નાંખ્યો. મનુષ્યજીવનનો અંત આવ્યો. હવે મનુષ્યજીવનને એક સમય પણ હાથમાં રહ્યો નથી, એટલે હાથ ખાલી છે. અહિ જે મેળવ્યું હતું તે પણ સાથે આવ્યું નહિ અને પરલોકમાં સાથે આવી શકે તેવું પુણ્ય મેળવવા માટે પણ હવે સમય હાથમાં રહ્યો નથી; એમ ખુલ્લો થએલે ખાલી હાથ સૂચવે છે. આ બીનાને ખરો ખ્યાલ સુલતાન મહમ્મદ ગિજનીને પિતાની જીંદગીને છેડે આવ્યો હતો.
| દાત–ઈસ્વી સન ૯૯૭ માં સબક્તગીનનો પુત્ર મહમ્મદ ગિજની શહેરમાં તેના બાપની ગાદીએ બેઠે. તેના રાજ્યની હદ પંજાબ પ્રાંત સુધી હતી. મહમ્મદે પશ્ચિમ અને ઉત્તર તરફ રાજ્યની હદ વધારી. ત્યારપછી તેની નજર હિંદુસ્તાન તરફ ઢળી. હાની મોટી ૧૭ સ્વારી હિન્દુસ્થાન ઉપર તેણે કરી તેમાં બાર સ્વારો ઑાટી અને પાંચ હાની હતી.