________________
એકત્વ ભાવના
मृत्युसमये विततकरः । समजनि निकाले मानवो वस्त्रवित्ताSशनजनबलहीनो बद्धमुष्टिस्तथापि ॥ वदति तव महत्त्वं पुण्यशालित्वमेतन्मृतिसमयकरोयं रिक्तभावं व्यनक्ति ॥ ३१ ॥
૧૫૫
મૃત્યુ વખતના ખુલ્લા હાથ.
અ——હે ભદ્ર ! જ્યારે હારા જન્મ થયા, ત્યારે પહેરવાનાં વસ્ત્રો, ખવાને પૈસા, ખાવાને અન્ન, સેવા કરનાર નાકર ચાકરા અને શરીરનું ખળ, એમાંનું કશું પણ તું હારી સાથે લાવ્યેા નહાતા. માત્ર નગ્ન શરીરે જ જન્મ થયા હતા, તેાપણુ તે વખતે હારી મુઠી બીડેલી હતી; અને તે ખાંધેલી મુડી હારી મહત્તા અને ભાવિ સુખ આપનાર પુણ્યના અસ્તિત્વનું સૂચન કરતી હતી. એટલે પણ ભર્યાં ભરમ હતા; પણ મૃત્યુ વખતે તેા હાથ ખુલ્લા રહે છે. તે એમ સૂચવે છે કે ‘ આંહીનું મેળવેલું આંહિ પડયું રહ્યું અને ખાલી હાથે જવાનું અને છે. મહેનત કરી મેળવ્યું ખરું, પણ હાથમાં કાંઈ રહ્યું નહિ. ’(૩૧).
વિવેચન—નફે કે નુકસાની પરત્વે વ્યાપારીઓના ત્રણ વ પડે છે. એક વર્ગ દિવાળી ઉપર પાંચ દશ વીશ પચીસ હજાર રૂપીયાનેા દર વરસે વધારા કરે છે. બીજો વર્ગ વધારા ન કરતાં મૂળગી મુડી કાયમ રાખે છે. ત્રીજો વગ મૂળગી મુડી ગુમાવી તુર્કસાની કાઢે છે. માણસના પણ એવી રીતે ત્રણ વર્ગો પડે છે. મનુષ્યજીવનરૂપ મુડી સને સરખી મળી છે, તેમાંથી સજજન પુરૂષા સહાય કરી, સુવ્રત આચરી, પરમાનું જીવન ગાળી આખરે મનુષ્યજીવનમાંથી દિવ્ય જીવન પ્રાપ્ત કરે છે. મનુષ્યજીવનના ખરા વ્યાપાર કરી ઉચ્ચ ગતિરૂપ પુષ્કળ નફા મેળવે છે, તેને પહેલા વના