________________
એકવ ભાવના,
૧૫૩ તે પણ કેટલાં બધાં દુઃખી ! હે સ્વામિન ! શું આપને આ માણસના ઉપર દયા આવતી નથી ? પૈસાની સખાવત તે આવા દુઃખી માણસોનાં દુઃખ દૂર કરવામાં કરવી જોઈએ. કુદરતને કે અવળો ન્યાય છે કે પૃથ્વી ઉપરનું પાણું ભેગું કરી નદીઓ તે પાણી સમુદ્રને આપે છે, પણ મરૂભૂમિમાં તે પાણી કઈ પહોંચાડતું નથી. સમુદ્રને ક્યાં પાણીની ભૂખ છે? નથી જોઈતું તેને મળે છે, અને જોઈએ છે તેને મળતું નથી. હે સ્વામિન ! હવે વિલંબ ન કરે, આ દુઃખી માણસને સહાય કરે. રાણીના આગ્રહથી રાજાએ માણસ મોકલી મુમ્મણને પિતાની પાસે તેડાવ્યો અને અરધી રાત્રે આવું જોખમભરેલું કામ કરવાનું કારણ તેને પૂછ્યું, ત્યારે મુમ્મણે જણાવ્યું કે મહારે એક બળદની જેડ જઈએ છીએ. એક બળદ છે પણ બીજાનો તેટો છે, તેથી તે ખામી પૂરવાને આ મહેનત કરું છું. રાજાએ કહ્યું કે અરે બુટ્ટા! બળદ મેળવવા જતાં તું તણાઈ જઈશ તો પછી કયાંથી મળી શકશે ? માટે આ માણસ સાથે જા. મારી અળદ શાળામાંથી તેને પસંદ પડે તે એક બળદ લઈ લેજે. તે બળદશાળામાં ગયો, બળદ જોયા, પણ કોઈ બળદ હેને પસંદ પડશે નહિ. તેણે કહ્યું કે આમાંથી કોઈ મને કામ લાગે તેમ નથી. માણસની સાથે પુનઃ તે રાજાની પાસે આવ્યો. માણસે રાજાને હકીકત કહી ત્યારે રાજાએ મુમ્મણને પૂછયું કે હારે કેવો બળદ જોઈએ ? મુમ્મણે કહ્યું કે મહારે ઘરે છે તે. સરખે સરખી જોડી કરવી છે. મહારે બળદ જે હેય તો કૃપા કરી આ૫ મહારે ઘેર પધારો. આથી રાજાને આશ્ચર્ય થયું કે આને ઘેર તે બળદ કેવો હશે? ચાલો, જેવું તે ખરું. બીજે દિવસે રાષ્ટ્ર અને અભયકુમાર સાથે શ્રેણિક રાજા મુમ્મણને ઘેર આવી બળદ જુએ છે તે રાજાના વિસ્મયને પાર રહ્યો નહિ. જંગમ બળદ નહિ પણ આ તો સ્થાવર બળદ. હાડ માંસને નહિ પણ હીરા માણેક અને ખેતીને અળદ, એકેક નંગની લાખની કિસ્મત, તેવાં અનેક નંગોથી આ