________________
૧૫૪
ભાવના-શતક
બળદની રચના કરવામાં આવી છે. આમાં તો મારું આખું રાજ્ય પણ તણુઈ જાય. આવી જાતને એક બળદ આ ખો તૈયાર થઈ ગયો છે. બીજે પણ લગભગ પૂરે થવાની તૈયારીમાં છે. માત્ર એક શિંગડાં અધુરાં છે. મુશ્મણ કહે છે, હે રાજન ! આ અધુરાં શિંગડાં પૂરાં કરવાને અરધી રાત્રે ભારે મહેનત કરવી પડે છે.
રાણું ચલણું તે આ બધું જોઈ સાંભળીને સ્તબ્ધ બની ગઈ આ તે માણસ કે જનાવર? આટલું બધું દ્રવ્ય મળ્યું છે તે તે આના હિસાબમાં નથી. હજી વધારે મેળવવા મજુર કરતાં પણ હલકી સ્થિતિમાં આટલું આટલું કષ્ટ ભોગવે છે, એટલું જ નહિ પણ જ્યારે તેની રીતભાત અને ચાલચલગત વિષે કંઈક સાંભળવામાં આવ્યું ત્યારે રાજા અને રાણીને તેના ઉપર દયા આવવાને બદલે તેની મૂર્ખતા માટે હસવું છૂટયું. આટલી બધી મૂર્ખતા!! શું આ બળદ, ગાડીમાં જોડાઈ તેને પરલોક પહોંચાડવા જશે? નહિ જ. ત્યારે શા માટે દુઃખી થાય છે? રાજાએ તેને ઘણું સમજાવ્યું, છતાં તે લોભી ન સમજ્યો. રાજા રાણી પોતાને સ્થાને ગયાં. મુમ્મણ શેઠ આખી જીંદગી આવા લેભમાં જ પસાર કરી આખરે ભૂંડે હાલે મરણ પામી અનંતાનુબંધી લોભને યોગે નરક ગતિમાં ચાલ્યા ગયે.
રત્નના બે બળદ પૂરા કર્યા પણ તેને શું કામ આવ્યા? નરકમાં જતાં એક પણ બળદ તેને અટકાવી શકયો નહિ. “બાંધી મૂઠી આયો મેં પસાર હાથ જાગે' એ પ્રમાણે જ બન્યું. માટે જ કાવ્યના ઉત્તરાર્ધમાં જણાવવામાં આવ્યું છે કે પિમવતીર્થે વેનનઇમાને ક્ષમા નર ઉરિવાર્થ વાનુછેતુ I હે માનવ !
જ્યારે અંતકાળની વેદનાથી ભાન જતું રહેશે અને મૃત્યુને માર્ગે પડવું પડશે ત્યારે તારું ધન વગેરે કશું એક ક્ષણ માટે પણ તારો સંગાથ કરશે નહિ. અર્થાત તારે એકલાને જ જવું પડશે. (૩૦)