________________
૧૫ર
* ભાવના-શતક કરવો અને ઘરના માણસેને ઉપવાસ કરાવવા એ તેના ઘરને કાયદો હતા, કેમકે તે એમ માનતો કે એક તે કામ થાય નહિ તેથી કમાણી નહિ અને વળી બીજી તરફ ખાઈએ તેનું ખરચ થાય ત્યારે તીજોરીમાં ખાડો પડે કે નહિ ? ત્રણ ચાર દિવસ તો તેણે લાંઘણમાં પસાર કર્યા. ચોથા દિવસની રાત્રે બાર વાગે બેચેની બહુ વધી જવાથી તે ઘર બહાર નીકળ્યો. કયાં જવું, શું કામ કરવું, ક્યાં લાભ મળી શકશે, એમ તે વિચાર કરતો હતો, એટલામાં તેને એક રસ્તો સુઝી આવ્યો. અરે ! નદીનું પૂર ચડયું છે તેમાં કેટલાંક લાકડાં તણાઈ આવતાં હશે, માટે ચાલની ત્યાં જઉં. જે બે ચાર લાકડાં હાથમાં આવશે તે બે ચાર રૂપીયા સહેજ મળી જશે. ચાલો ઠીક રસ્તો મળી આવ્યો. મુમ્મણ શેઠ નદીને કાંઠે પહોંચ્યો. ચારે તરફ અંધારું ઘોર જામ્યું છે, ઝમ ઝમ વરસાદ પડે છે. ગર્જના સાથે વખતે વખતે વિજળી ઝબુકે છે. દિવો સાથે લાવતાં તે તેલ બળે તેટલું ખરચ થઈ જાય, તે તે પાલવે નહિ, તેથી રસ્તો જોવામાં અને તણાતા લાકડાનો માર્ગ શોધવામાં તે વિજળીના પ્રકાશનો ઉપયોગ કરતે. કાળા શ્યામવર્ણ શરીર ઉપર એક કાપીનલંગોટી ધારણ કરીને નદીમાં પડતે અને તણાતા લાકડાને પકડી કાંઠા ઉપર જમા કરતા તે પુરૂષ શ્રેણિક રાજાની રાણી ચેલણાના જોવામાં આવ્યો, કારણ કે નદીના કાંઠાની નજીક રાજાને વ્હેલ હતો અને ઉંઘ ઉડી જવાથી રાજા તથા રાણું ગોખમાંથી નદીના પ્રવાહને જોતાં હતાં. ત્યાં વિજળીને ચમકારે થતાં કઠીયારા જે મુમ્મણ શેઠ નજરે ચડે. રાણીના હૃદયમાં આ દેખાવથી ખરેખર દયાની લાગણી થઈ આવી. અહાહા ! આ માણસ કેટલો બધે દુઃખી હશે? જ્યારે આને ખાવાનું નહિ મળતું હોય ત્યારે આવા ભયંકર સમયમાં તણવાની પણ બહીક રાખ્યા વિના હડતા નદીના પૂરમાં પડે છે અને લાકડાં ખેંચે છે. બિચારાના શરીર ઉપર પહેરવાનાં લુગડાં પણ નથી. આના ઘરમાં એનાં બૈરી છોકરાં હશે તે