________________
૧૫૦
લાવના-શતક મિથ્યા કષ્ટ હેરી લે ? ખરી રીતે કહીયે તો કદાચ સહજ સમજણ થતી હશે, પણ લોભના પડદા નીચે તે સમજણ દબાઈ રહે છે. લોભ કે તૃષ્ણાને સ્વભાવ જ એવો છે કે તેના કેફમાં માણસના મનમાંથી સત્યાસત્યને વિવેક જતો રહે છે. ટુંકામાં લેભથી વિચારશક્તિ ગુમ થઈ જાય છે. કર્તાવ્યાકર્તવ્યનું ભાન ભૂલી જાય છે. આવશ્યક નિર્યુક્તિમાં કહેલી મુમ્મણ શેઠની કથા આ વિષયને વધારે પ્રકાશિત બનાવી શકે.
દૃષ્ટાંત-મહાવીર સ્વામીના સેવક શ્રેણિક રાજાના સમયમાં રાજગૃહી નગરમાં એક મુશ્મણ શેઠ રહેતો. કઈ પણ રીતે ધનને સંચય કરવો એ તેનું જીવન સુત્ર હતું. જાણે તેને ગલસુતીમાં જ લેભવૃત્તિનું પાન કરાવવામાં આવ્યું હેયની તેમ દરેક કાર્યમાં તેની લભવૃત્તિ પ્રગટ થતી હતી. “ચમડી તૂટે પણ દમડી ન છૂટે” એ. કહેવત અક્ષરે અક્ષર તેને લાગુ પડતી હતી. એક ઘડી પણ પિતે નવરે બેસતો નહિ, અને ઘરના માણસને બેસવા દેતો નહિ. કામકામ અને કામ. બસ કામ એ જ તેનો ખોરાક હતો. જે દિવસે સાંજ પડ્યે કંઈ ને કંઈ પણ ભંડારમાં પડતું, તે દિવસ તે લેખાનો માનતો અને રાતે કંઈક નિદ્રા લે; પણ જે દિવસ કમાણુ વગર ખાલી જાય તે દિવસે તેને તાવ ચડી આવતો અને આખી રાત બેચેનીમાં પસાર થતી હતી. હલકામાં હલકું ધાન્ય તેના ઘરને ખેરાક હતો. ઘી ગોળ ખાંડ કે સાકરની તો વાત જ શી કી એ બધી વસ્તુઓનું દર્શન પણ તેના ઘરના માણસોને ભાગ્યે જ થતું. પગમાં પગરખાં પહેરવાની છે તેણે બાધા લીધી હતી અને નવાં લુગડાં પહેરવાના તો સમ ખાધા હતા. કોઈના પહેરેલાં ફાટેલાં તૂટેલાં જુનાં વસ્ત્રોને થાગડથીગડ કરી તે પહેરતો. એક દમડી પણ દાનમાં પોતે તો ખરતે નહિ પણ બીજે કઈ દાન દે અને ખરચ કરતો માણસ તેના જોવામાં આવતે, તો તે દિવસ તેનો બેચેનીમાં જતો હતો. એક દિવસ તે દુકાનેથી ઘેર આવ્યો ત્યારે તેનું મહે