________________
એકત્વ ભાવના.
૧૪ કેઈક સ્થળે વિરલ જ હોય છે. આ કાવ્યમાં એમ દર્શાવવામાં આવ્યું છે કે અધમ અને મધ્યમ મિત્રો તો વચ્ચે જ છેહ આપે છે પણ ઉત્તમ મિત્રો કે જે દુઃખના વખતમાં પણ મહેબત રાખી પ્રેમ નિભાવે છે, તેઓ પણ મૃત્યુના સંકટમાંથી મિત્રને બચાવી શકતા નથી. મત વખતે તેઓ પણ દૂર બેસી રહે છે, સહાય આપવાને સમર્થ થતા નથી, અર્થાત અંતે એકાએકી પ્રયાણ કરવું પડશે. (૨૯).
___ द्रव्यमपि न सहगामि । बहुजनमुपसेव्योपार्जितं द्रव्यजातं । रचितमतिविशालं मन्दिरं सुन्दरं वा ॥ मृतिपथमवतीर्णे वेदनानष्टभाने । क्षणमपि नहि किञ्चित्त्वत्पथं चानुगच्छेत् ॥३०॥
દ્રવ્ય પણ સહચારી નથી. અર્થ – ઘણું માણસેની ગુલામગીરી વેઠી જાનનું જોખમ વહોરી પુષ્કળ દ્રવ્ય મેળવ્યું; અતિવિશાળ ભપકાદાર હવેલીઓ બનાવી; હે ભાઈ! આ બધું પણ શું તહને સહાય આપી સહગામી બનશે? નહિ જ. જ્યારે અંતકાળની વેદનાથી ભાન જતું રહેશે અને પરલોક તરફ પ્રયાણ કરવું પડશે, ત્યારે ધન સંપત અને હવેલીઓ એક ક્ષણ પણ હારો સાથ નહિ કરે. મૃત્યુના માર્ગમાં આ બધાને છોડી હારે એકલા જવું પડશે. (૩૦)
વિવેચન–પૈસો મેળવનાર અને સંગ્રહ કરનાર શું એમ સમજ નહિ હોય કે આ પૈસો મહારી સાથે તો આવવાનો નથી! તેમજ મારી ધારણું પ્રમાણે રહેવાનું નથી ! જે સમજતા હોય તે તેઓ ધર્મ અધર્મને વિચાર કર્યા વિના અનીતિને માર્ગે ચાલી અસત્ય પ્રપંચ કરી પિતાની જાતને પણ મુશ્કેલીમાં નાંખી શામાટે