________________
-૧૫૬
ભાવના-શતક. મનુષ્યો કહી શકાય. સામાન્ય ગૃહસ્થો વ્યવહારકુશળ બની, નીતિના નિયમોનું પાલન કરી, ગૃહસ્થ ધર્મને સારી રીતે દીપાવી મૂળ મુડી કાયમ રાખે છે; એટલે કદાચ ઉચ્ચ ગતિ પ્રાપ્ત કરી નફે ન મેળવી શકે, તે પણ નીચે પડી નુક્સાની તે નથી મેળવતા. મનુષ્ય મરી મનુષ્યત્વ પ્રાપ્ત કરે, તેને મધ્યમ વર્ગમાં ગણી શકાય. ત્રીજા વર્ગના અધમ મનુષ્યો મનુષ્યજીવનરૂપ અમૂલ્ય રત્ન પામીને પણ તેને દુરૂપયોગ કરે છે. હિંસા ખૂન ચોરી જારી જૂઠ પ્રપંચ વિશ્વાસઘાત લુંટફાટ કરી અધમાધમ આચરણ આચરી આખરે દુર્ગતિમાં ચાલ્યા જાય છે, મનુષ્યજીવનરૂ૫ રત્ન ગુમાવી નાંખે છે, તે નુકસાની મેળવનારા ત્રીજા વર્ગમાં અધમાધમ મનુષ્યની ગણનામાં આવી શકે આ દુનીયામાં પહેલા અને બીજા વર્ગના મનુષ્ય વિરલ જ જોવામાં આવે છે. સેંકડે પાંચ ટકા હોય તો ઘણું. ૯૫ ટકા જેટલા મનુખ્યો તો ત્રીજા વર્ગના જ જોવામાં આવે છે. આ કાવ્ય ત્રીજા વર્ગના મનુષ્યોને ઉદ્દેશીને જ કહેવામાં આવ્યું છે, તેઓની જન્મસ્થિતિ અને મૃત્યુસ્થિતિ વચ્ચે ધ્યાન ખેંચવા ગ્ય તફાવત જે જોવામાં આવે છે તે આ કાવ્યમાં દર્શાવ્યો છે. અન્ન, ધન, નેકર, ચાકર, વસ્ત્ર, આભૂષણ, ઘરબાર, દેલત, દમામ જન્મે ત્યારે લાવ્યો હતો અને મારે છે ત્યારે લઈ જતો નથી. નગ્ન આવ્યો અને નગ્ન જાય છે. અલબત્ત, શરીરની નહાવાઈ હેટાઇમાં તફાવત છે. જન્મે ત્યારે શરીર હાનું અને મરે છે ત્યારે શરીર મોટું; પણ તે વિનાશાભિમુખ છે, એટલે થોડા વખત પછી તે બળીને ખાખ થવાનું છે, સાથે જવાનું નથી. જન્મતી વખતનું શરીર ન્હાનું પણ વિકાશાભિમુખ એટલે દિનપ્રતિદિન વૃદ્ધિગત થવાનું છે. આ તફાવત પણ મૃત્યુ કરતાં જન્મક્ષણની વિશિષ્ટતા બતાવે છે; પણ ખાસ વિશિષ્ટતા બતાવનાર તે હાથની સ્થિતિ છે. જન્મ વખતે હાથની મુઠી વાળેલી હોય છે અને મૃત્યુ વખતે હાથ ખુલ્લા રહે છે. આ તફાવત-કુદરતી સંકેત કંઈ પણ ગુપ્ત બીનાનું સૂચન