________________
૩૮
ભાવના-રાતફ
ચારી કરવાનો થયાં કરતી હતી. આજે તે વૃત્તિને પાર પાડવા માટે હું ચારી કરવા અહીં આવ્યા છું, પણ હજી મેં કંઈ લીધું નથી, દરમ્યાન આપના શબ્દો સાંભળી આપને રાહ પર લાવવા હું આપની હજુરમાં આવ્યેા. આ મારી હકીકત છે. હવે જે શિક્ષા તમારે કરવી હોય તે કરા. રાજાએ પ્રસન્ન થઈ ઈનામ આપી તેને વિદાય કર્યાં અને ત્યારથી હંમેશને માટે અસ્થિર સંપત્તિના ગ કરવા છેાડી દીધા.
""
આ દાખલા ઉપરથી સંપત્તિના ગવ કરનારાએ અને અનિત્ય પાગલિક સંપત્તિને નિત્ય માનનારાઓએ ષડા લેવા જોઇએ. અનિત્યને અનિત્ય અને નિત્યને નિત્ય સમજવું તે જ સમજણુ કહેવાય, એમ સમજે તેજ ડાહ્યો કહેવાય, અને આત્મહિત પણ તેજ સાધી શકે. માટે આત્મિક વસ્તુ જે નિત્ય છે તેની તરફ લક્ષ્ય રાખીને અનિત્ય, અવશ્ય એક ક્ષણે નાશ પામનારી, માત્ર ઉપરથી જ સુંદર પણ અંદરખાને હલાહલ ઝેરથી ભરેલી પૌલિક વસ્તુ ઉપરની આસક્તિ ઓછી કરવી, ગવ–અભિમાન દૂર કરવાં એ જ ‘ અનિત્ય ભાવના' ભાવવાનું કૂળ છે. (૯)
==