________________
અશરણ ભાવના.
૮૯
નથી. આપને કોઇએ ખેાટી વાત ઠસાવી છે. કુમારસાહેબ તા સહી સલામત છે. આપની આજ્ઞા હોય તે કુમારસાહેબ અને કારભારીને આપની આગળ હાજર કરૂં.
જુહારમિત્રે તે જ પ્રમાણે કર્યું. રાજાની આજ્ઞા મેળવી કાર-ભારી અને કુમારને ભાંયરામાંથી કહાડી રાજાની પાસે હાજર કર્યાં. રાજાને ગુસ્સા ઉતરી ગયા પણ આમ કરવાનું શું કારણ હતું તે પૂછ્યું. કારભારીએ ખુલાસા કર્યાં, અને ત્યારથી કારભારીએ નિત્ય મિત્રતા અને પ મિત્રને સંગ છેાડી જુહારમિત્રની સાથે મહેાબત રાખી.
આ વાતને સાર એ છે કે કારભારી તે દરેક જીવ છે. નિત્યમિત્ર તે આ શરીર છે. તેની સાથે હંમેશના પરિચય અને રાત દિવસ તેની સંભાળ લેવામાં આવે છે. પમિત્ર તે સગાંસંબંધીઓ, જેની વાર તહેવારે સંભાળ લેવાય છે. જીહારમિત્ર તે ધર્મ અથવા ધગુરૂ, તેના પરિચય કાઇ કાઈ વખતે થાય છે. જ્યારે કાળરૂપ રાજાના કાપ થાય છે, ત્યારે પહેલવહેલાં આ શરીર જીવને સંગ ાડે છે. જગલમાં હોય તેા જંગલમાં અને રસ્તામાં હોય તા રસ્તામાં તે સંગ છેડે છે. ગામભેગાં કે ઘરભેગાં કરવા જેટલી પણ તેને શરમ રહેતી નથી. પ`મિત્ર સમાન સગાંવહાલાં પણ સાથ છેડી દે છે, પણ તે થાડે સુધી એટલે શ્મશાનસુધી પહોંચાડવા આવે છે. એ આંસુ ખેરવી દિલગીર થતાં તે પણ પાછાં વળે છે. પણ ત્રીજા જીહારમિત્ર સમાન ધમ જીવનેા સંગ છેડી દેતેા નથી, કિન્તુ સાથે આવીને વિપત્તિથી બચાવે છે. પરભવમાં દરેક જાતની સગવડ કરી આપે છે. માટે એક ધનું જ શરણ લેવું તેઇએ કે જેથી આખરને વખતે શાંતિ મળે અને પરભવમાં પણ ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ થાય. (૧૭)