________________
૧૦૪
ભાવના શતક.
સબધા જોયા તે કુબેરદત્ત અને કુબેરદત્તાની વાત જૈન શાસ્ત્રમાં કયાં અપ્રસિદ્ધ છે? (૨૧)
વિવેચન—અનંતકાળના પરિભ્રમણ દરમ્યાન આ જીવે એટલા ભધા અવનવા સંબંધો કર્યાં છે કે જેની ગણત્રી થઈ શકે નહિ. ભગવતી સૂત્રના ખારમા શતકના સાતમા ઉદ્દેશામાં ગૌતમ સ્વામીએ ભૂતકાળના સંબંધ પરત્વે આ પ્રમાણે પ્રશ્ન કર્યો છે.
अयणं भंते ! जीवे सव्वजीवाणं माइत्ताए पितित्ताए भाइताए भगिणित्ताए भज्जात्ताए पुत्तत्ताए धूयत्ताए सुण्हताए उववण्ण पुव्वे ! हंता गोमा ! जाव अनंत खुत्तो. अयणं भंते जीवे सन्नजीवाणं अरित्ताए वेरियत्ताए घायगत्ताए वहगत्ताए पडिणीयत्ताए पच्चामित्तत्ताए उववण्णपुब्वे ! हंता गोयमा ! जाव अनंतखुत्तो इत्यादि.
અ—હે ભગવન્ ! આ જીવ જગતના સર્વે જીવાની માતાપણે, પિતાપણું, ભાઈપશે, એનપણે, ભાર્યાંપણે, પુત્રપણે, પુત્રીપણે અને પુત્રવધૂપણે ઉત્પન્ન થયા? ભગવાન કહે છે કે હે ગૌતમ! એકવાર નહિ પણ અનંતવાર ઉક્ત સબંધ રૂપે ઉપજી આવ્યા. (ગૌતમ સ્વામી પુનઃ પૂછે છે) હે ભગવન્! આ જીવ સર્વ જીવની સાથે વેર બાંધી, દુશ્મનાઈ કરી અગર સ` જીવાના ધાત કરનારવધ કરનાર પ્રત્યેનીક ( કા ધાતક ) અને પ્રતિમિત્ર ( દુશ્મનને સહાયકર્તી ) તરીકે ઉપજી આવ્યા? ભગવાન કહે છે કે હું ગૌતમ! આ જીવ સર્વ જીવાના અનતવાર દુશ્મન કા ધાતક પ્રતિકૂલવર્તી પણ થઈ આવ્યા છે, અથવા કાઈ ભવમાં મિત્ર અને કાઈ ભવમાં શત્રુ બની અનંત અનંતવાર એકેક જીવની સાથે એકેક જીવે સબંધ જોડચો છે.
જુદા જુદા ભવામાં તેા વિચિત્ર સબંધની ધટના થાય પણ એક ભવમાં પણ સંબંધની વિચિત્ર ઘટના થાય છે તેને માટે કુમ્બેરદત્ત અને કુબેરદત્તાનું દૃષ્ટાંત મશહુર છે.