________________
સંસાર ભાવના.
૧૦૯ સગપણ છે. લ્યો પ્રથમ કુબેરદત્તની સાથે મારે જે સંબંધ છે તે હું વર્ણવી બતાવું. હે કુબેરદત્ત ! તારી ને મારી માતા એક જ છે માટે તું મારો ભાઈ થાય છે. ૧. મારી માતાને તું પતિ તેથી તું મારો બાપ થાય. ૨. આ છોકરો મારો કાકો થાય તેનો તું બાપ માટે મારો દાદો પણ થઈ શકે. ૩. એક વખત તારી સાથે મારું લગ્ન થયું હતું માટે મારો પતિ પણ થાય. ૪. કુબેરસેના મારી શક્ય તેને તું પુત્ર માટે મારો પણ પુત્ર થાય. ૫. આ છોકરો મારો દેવર તેને તું બાપ માટે મારો સસરો થાય. ૬. હે કુબેરસેના! તારી સાથે પણ મારે છ સગપણ છે. પ્રથમ તે તું મને જન્મ આપનાર માટે મારી માતા છે. ૧. કુબેરદત્ત મારો પિતા થાય તેની તું માતા માટે મારી દાદી થાય છે. ૨. કુબેરદત્ત મારો ભાઈ તેની તું ભાર્યો માટે મારી ભેજાઈ થાય. ૩. મારી શોક્યના પુત્ર કુબેરદત્તની વહુ તેથી મારી વહુ થાય. ૪. મારા ભર્તાર કુબેરદત્તની તું માતા માટે મારી સાસુ થાય. ૫. અને મારા પતિની બીજી સ્ત્રી, માટે મારી શોક્ય થાય છે. ૬.
આવી અસંબદ્ધ વાત કરવા માટે કુબેરસેના ગુસ્સે થઈ સાવીને ઠપકો આપવા જાય છે, તેટલામાં તો સાધ્વીએ કુબેરસેનાને કહ્યું કે હે માતા ! તું શા માટે ગુસ્સે થાય છે? એક પેટીની અંદર બે બાળકોને મૂકી જમુના નદીમાં વહેતાં કરી દીધાં તે બધી વાત શું તું ભૂલી ગઈ ? અરે કુબેરદત્ત ! એક વટી જોઈ વહેમ પડતાં તપાસ કરવાથી પત્તો લાગ્યો કે આપણે ભાઈ બહેનનાં લગ્ન થયાં છે તે બધી હકીકત શું તું ભૂલી ગયો ? સંભાર, સંભાર ! જે પાપથી તે દેશ છેડડ્યો તેવા જ બીજા પાતકમાં તું પડે છે. હે કુબેરસેના ! જેની સાથે તું મેહમાં લપેટાઈ છે, તે પુરૂષ બીજે કોઈ નથી, પણ તે તારે પુત્ર જ છે. એકદા જમુના નદીમાં વહેતાં કર્યા હતાં તે જ બે બાળકોને જુદી જુદી સ્થિતિમાં તારી પાસે આવેલાં તું જુએ છે. જે પાતકમાં તું અત્યારે પડી છે, તેવા જ