________________
૧૧૬
ભાવના શતક,
તેમ ફાંફાં મારે છે. જોશી ભુવા ખાવા જોગી જંગમ જે કાઈ મળે તેની પછવાડે લાલચમાં ને લાલચમાં ભટક્યા કરે છે. તે એમ સમજે છે કે “ પૈસા માલ મત્તા ગામ ગરાસ આઢિ કાઇ પણ વસ્તુમાં સુખ નથી. સુખ માત્ર એક પુત્રની પ્રાપ્તિ થાય તેમાં જ છે. ” આખરે પુત્રની પ્રાપ્તિ થવાની આશા બંધાય છે ત્યારે તેના હના પાર રહેતા નથી. જ્યારે પુત્રને જન્મ થાય છે ત્યારે પણ હર્ષામાં ઉમેરે થાય છે પણ જ્યારે તે પુત્રને કંઇ ખોમારી લાગુ પડે છે ત્યારે તેને એટલી ચિંતા થઈ પડે છે કે પ્રથમનું સુખ તેમાં ક્યાંયે દુખાઈ જાય છે. પણ હજી નીચેના પડમાં બીમારી મટવાની આશાના સુખની કઇંક છાયા પડેલી હોય છે પણ દૈવયેાગે તે બીમારીમાં જન્મેલા પુત્ર પરલેાકવાસી થાય છે તેા પુત્રની આશા અધાયા પછી આજ સુધી જેટલું સુખ મળ્યું હતું તે સુખ તે વિલુપ્ત થઈ જાય છે એટલું જ નહિ પણ વસ્તુયેાગના સુખના પ્રમાણ કરતાં વિયેાગજનિત દુઃખનું પ્રમાણ ઘણુંએ વધી જાય છે. તે દુ:ખનેા ધા છેવટ સુધી પણ રૂઝાતા નથી. પુત્રની ચાહના કરનાર પેાતે જ એમ ખાલે છે કે‘ આના કરતાં પુત્ર ન થયેા હાત તા વધારે સારૂં હતું. ' કહો ત્યારે હવે આ માણસના વચ્ચેના થોડા વખતના સુખાભાસને સુખ શી રીતે કહી શકાય ? તેણે જે બીજને સુખનું બીજ માન્યું હતું તેમાંથી જ્યારે અંકુર નીકળ્યા ત્યારે તે ચેાખ્ખી રીતે દુઃખના અંકુર જણાયેા, તા પછી એમ કેમ ન કહી શકાય કે તેણે જે સુખના બીજા માન્યા હતા તે ખરી રીતે દુઃખના જ ખીજકા હતા ! દુઃખના બીજકાને સુખના બીજક માની લીધા એ મૃગજળની પેઠે તેની ભ્રમણા હતી. આ ઉપરથી એટલું જણાય છે કે ખરૂં સુખ એ તાકાઇ આર જ ચીજ છે. તે સુખ જનપ્રવાહ માને છે તે વસ્તુમાં નથી કોઇ જુદી જ વસ્તુમાં છે. તેનું વર્ણન પ્રસંગ આવ્યે થશે. રહ્યા છે તે સુખનું સ્વરૂપ કેવું છે
પણ
આ
કાવ્યમાં લેાકેા જેમાં સુખ માની તેનું નિદર્શન કરવામાં આવ્યું છે.