________________
એકત્વ ભાવના,
૧૩ શ્રીમંતાઈના ખબર સાંભળી ચંદા, ભાઇને મળવા અને તેડવા જવાની ઉતાવળ કરવા લાગી. સારાં લુગડાં પહેરી, બે ચાર સખીઓ અને નોકર ચાકરેને લઈ ચંદા તળાવની પાળે આવી. ભાઇને મળી, ઓવારણાં લીધા અને કહ્યુંઃ ભાઈ! આ બહુ સારું કર્યું ! આંહી મારું ઘર છે તેની તમને ખબર નહિ હોય કે અહિ તળાવની પાળે ઉતારો કર્યો ? શું અમારી લાજ ગુમાવવી છે અને મશ્કરી કરાવવી છે? ભાઈ! તમને આટલો પણ વિચાર થયો નહિ. તમે પૈસાવાળા છો તો અમારે ઘરે પણ જાર બાજરીના રોટલા મળી રહેશે, માટે હવે છાનામાના ચાલો ઘેર. ભાઈએ કહ્યું : હેન, હું એકલો નથી પણ આટલા બધા માણસો મારી સાથે છે, આટલો બધો સરસામાન છે, તે બધું કયાં ફેરવવું ફેરવવું? માટે હમણું માફ કર. વળી બીજી વખત હું આવી જઈશ.
ચંદા–વાહ ભાઈ વાહ! બહેન ઉપર દયા તો બહુ રાખે છે. પણ ભાઈ, ફિકર નહિ, પરમેશ્વરની મહેર છે. તમારા પ્રતાપે રોટલે. પાણીયે સુખી છઇએ. તમારા આવવાથી કાંઈ ઘટી જાય તેમ નથી. માટે હવે આગ્રહ કરાવો નહિ. ના પાડશે તો મારા ગળાના સમ. છે. તમને જમાડયા વિના અન્ન ખાવું હરામ છે.
ફકીરચંદ શેઠ મનમાં વિચારવા લાગ્યો કે-તે પણ દિવસ હતો અને આજનો પણ દિવસ છે. કાંઈ નહિ બહેન આટલો આગ્રહ કરે છે તે ચાલો. સરસામાન અને નોકર ચાકર સાથે શેઠ ચંદાને ઘેર આવ્યા. આજે ચંદાના હર્ષને પાર નથી. ભાઇની સરભરામાં બે ચાર માણસોને ખાસ કામે લગાડી દીધા. બે ચાર દાસીઓ રસોઇના કામમાં વળગી ગઈ. એક તરફ ગરમ પાણું થાય છે, બીજી તરફ મર્દન કરનારા, શેઠને શતપાક સહસ્ત્રપાક આદિ તેલથી મર્દન કરે છે, સ્નાન કરાવે છે, જમવાને સમય થતાં રૂપાને પાટલા અને રૂપાના બાજોઠ ઉપર સોનાની થાળીઓ અને સોનાના વાડકા.