________________
૧૪૨
ભાવના શતક
સારા સારા હાર અને માળાની બક્ષીસ કરીને વારંવાર ખુશ કર્યાં છે, જેમની સાથે લાંબા વખતના પરિચય છે, અને ગાઢ સબંધ છે તે મિત્રા અંતકાળની માંદગીને વખતે નજીકમાં નજીક ખેડા હશે તાપણુ શું તે હારૂં દુઃખ પોતાના ઉપર વ્હારી લઇ હને સહાય આપી શકશે કે પરભવે જતાં હારા સાથ કરશે ? નહિ જ. જીવનના અંત આવતાં મિત્રાની મિત્રતાના પણ અંત આવી જશે. ખાત્રીથી માની લે કે આખર તું એકીલા છે. (૨૯)
વિવેચન—ઉપરના કાવ્યમાં મૈત્રીના સંબંધની વિચારણા કરી આખર તેની સહાયતાના પણ અભાવ બતાવ્યેા છે. સાધારણ રીતે મિત્રા ત્રણ પ્રકારના છે, કનિષ્ઠ, મધ્યમ અને ઉત્તમ. જે મિત્રા પેાતાના મિત્રની પાસેથી કઇંક સ્વા` સાધવાના હોય ત્યાંસુધી પ્રેમભાવ દર્શાવે, દેવાની નહિ પણ મિત્રની પાસેથી કંઇ ને કંઈ લેવાની જ સદા આશા રાખે, ઉપરથી મીઠું મીઠું એલી અંદરથી સ્વા સાધવાનાં કાવત્રાં ચાલુ રાખતા હોય, ગુણુને બદલે અવગુણુ કરે, એવા પ્રકારના મિત્રાને અધમ–કનિષ્ટ મિત્રા કહી શકાય.
દૃષ્ટાંત—વામદેવ અને રૂપસેનની મિત્રતા આવા જ પ્રકારની હતી. વામદેવ બ્રાહ્મણપુત્ર અને રૂપસેન વિણકપુત્ર હતા. બનેનાં ધર પાસે પાસે હાવાથી ન્હાની ઉમરથી તેની મિત્રતા બંધાઈ હતી. અને જણુ સાથે સાથે એક સ્કૂલમાં ભણુતા, તેથી બંનેના સહેવાસ સારી રીતે રહેતા. નિશાળથી છૂટયા પછી પણુ અને જણ એક ઠેકાણે ભેગા મળી બેસતા. તે બંને મિત્રાના કુટુંબની આર્થિક સ્થિતિ નબળી હતી. મ્હોટા થયા પછી અને પોતપાતાની જ્ઞાતિમાંથી સાધારણ કુટુંબની કન્યા સાથે પરણ્યા ખરા, પણ કુટુંબના નિર્વાહ ચાલે તેટલી કમાણી ત્યાં નહેાતી, તેથી વામદેવે રૂપસેનને કહ્યુ કે આપણે ક્યાંક પરદેશમાં નિકળી જઈએ. પરદેશ સિવાય પૈસા પેદા નહિ થાય. રૂપસેનને પણ પૈસાની જરૂર હતી, તેથી મિત્રના