________________
એકતવ લાવના.
૧૪ પતિ અને કોણ સ્ત્રી, કોણ માબાપ અને કોણ પુત્ર, કોણ શેઠ ને કોણ કર ! સઘળો સંસાર સ્વાર્થવૃત્તિમાં સપડાયેલો છે. તે પછી કણે કેની ચાહ ધરવી ? વખત પડયે કોઈ કામ નહિ આવે. કોઈ. પણ નિયમને અપવાદ તો હોય છે જ, તેથી વગર સ્વાર્થે કામ કરે એવા માણસો નથી જ એમ તે કહી શકાય નહિ. પણ હોય તો. તે બહુ જ વિરલા, સોમાં એક, કે હજારમાં પાંચ. કોઈ પણ વિષથનું સમર્થન કરવામાં તેની ગણત્રી થાય નહિ. તેથી જ જેની બહુલતા છે તે ઉપર લક્ષ્ય આપીને કહેવામાં આવ્યું છે કે સ્ત્રી પુત્ર વગેરે સ્વાર્થપર્યન્ત સગાં છે. “તુગતુ સુનઃ” એ ન્યાયે કદાચ ધડીભર માની લઈએ કે આપણું સગાંવહાલાં સંકટને વખતે આ૫ણને સહાય કરે છે. પણ ગ્રંથકાર એમ પૂછે છે કે ભલે તેઓ હમણાં તમને સહાય કરે પણ જ્યારે મોત આવશે તે વખતે કયો સગો બચાવી શકશે, કે પરલોક પ્રમાણમાં સાથી બનશે ? ત્યારે તે સઘળા હારાથી છૂટા પડી જશે. સ્ત્રી તો ઘરના ખૂણામાં ભરાઈને રોશે, માતા શેરી સુધી આવશે, સંબંધીઓ સ્મશાન સુધી આવશે અને બીજાની તો શી વાત કરવી; પણ જે આ હાર વહાલામાં હાલો દેહ તે પણ સ્મશાનમાં જ રહેશે-હારી સાથે આવવાનો નથી. તું જેમ આ એકલો તેમ જવું પણ એકલાને જ પડશે. (૨૭–૨૮).
मित्राणामसहायता। विपुलविभवसारं रम्यहारोपहारमसकृदपि च दत्त्वा तोषिता ये सखायः ॥ अतिपरिचयवन्तस्तेप्यदूरं क्सन्तो। भयदमरणकाले किं भवेयुः सहायाः ॥२९॥
મિત્રાની અસહાયતા. - અથ–જે મિને સારામાં સાર પુષ્કળ વૈભવ આપીને કે