________________
૧૪૬
ભાવનાતક. રીતે તને છોડવાનું નથી. ત્યારે માબાપને કંઈ કહેવું હોય તો સમાચાર આપ.
રૂપસેન–ડીક ભાઈ. જેમ તારી મરજી હોય તેમ કર, મારે હવે સમાચાર શું આપવા હતા? પણ મારાં ભાવિ કદાચ બહુ કળકળાટ કરે છે તેમને આ ચાર અક્ષરો સંભળાવજે. “વા. રૂ.ઘ. લ.'
રૂપસેને વિચાર કર્યો કે ખરા સમાચાર તે આ આપવાને નથી. મારી દોલત પચાવવાને ઉલટા સુલટા સમાચાર આપશે. તેથી આ મર્મભરેલા શબ્દમાં જ સંદેશ મોકલવો વાજબી છે. વા. રૂ. ઘો. લ. એ ચાર અક્ષરે બોલી રહ્યો એટલામાં તો વામદેવે તેના ગળામાં ગુપ્તી પહેરાવી દીધી. વામદેવે, બ્રાહ્મણ હોવા છતાં ધનના લે દુષ્ટ રાક્ષસરૂપ બની હજારો વખત ઉપકાર કરનાર ઉપકારીના પ્રાણ લીધા. રૂપસેનના શબને એક ખાડામાં ધકેલી દઈ ત્યાંથી ચાલતો થયો. સામાનનાં ગાડાંને મળ્યો. ગાડાંવાળાને અને માણસને રૂપસેનના આગળ જવાની વાત સમજાવી મુસાફરી આગળ લંબાવી. રસ્તામાં જુના માણસોને રજા આપી પાછા વાળી નવાં ગાડાં અને નવા માણસો મેળવ્યા છે જેથી આ લત બીજા કેઈની છે એમ કોઈને શક રહે નહિ. રૂપસેનની સર્વ મીત પિતાની કરી લેવાથી અને પચાવી પાડવાથી ખુશ થતે વામદેવ પોતાને ઘેર પહોંચ્યો. માબાપ અને સગાંવહાલાંઓને મળે. તેની આટલી બધી કમાણીથી તેના સગાંવહાલાં તેને ઘણુ માનની દૃષ્ટિથી જોવા લાગ્યાં. વામદેવ પણ તેમની આગળ પિતાની હુશીયારીની અને વ્યાપારની બનાવી બનાવી વાતો કરવા લાગ્યો અને પિતાની બહાદુરી જણાવવા લાગ્યો. રૂપસેનનાં ભાવિત્રો વામદેવના આવવાના ખબર સાંભળી પોતાના પુત્રના સમાચાર લેવાને વામદેવની પાસે આવ્યાં. વામદેવે પ્રણામ કરીને કહ્યું “ વડીલશ્રી ! આપ રૂપસેનના સમાચાર પૂછવા આવ્યા પણ તે સમાચાર આપતાં મારા મનમાં ઘણે ખેદ થાય છે. મારે