________________
ભાવના-શતક
અને રૂપમેન કમાય છે, એ ઠીક નહિ. તે પણ મારી માફક રઝળ તો ઠીક, આવી આંતરિક ઇચ્છા વામદેવના મનમાં હમેશ રહેતી. જ્યાંસુધી પુણ્યને સિતારો ચળકતો હોય ત્યાંસુધી ગમે તેટલા દુશ્મન હોય અને ખરાબ ચિંતવતા હોય, તોપણ શું થયું ? જેમ જેમ વામદેવ ઈર્ષ્યા કરતો તેમ તેમ રૂષસેનને તો લાભ જ મળતો ગયો; અને તે વામદેવને પણ મદદ આપતો રહ્યો. વામદેવની પટકળાથી આજસુધી પણ રૂપસેનને તેની આંતરિક અસૂયા જાણવામાં આવી નહોતી. ભલો માણસ બધાને ભલા જ જુએ છે અને બુરો માણસ બધાને બુરા જ જુએ છે, એ એક સામાન્ય નિયમ છે. વામદેવને આટલા વખત રૂપસેને મદદ કરી ઉપકાર કર્યા છતાં તે રૂપમેનની કંઈ ને કંઈ ખામી જ જોયા કરતો. એક દિવસ રૂ૫સેને વામદેવને બોલાવીને કહ્યું, મિત્ર ! દેશમાંથી તેડાવવાના ઘણા સંદેશા આવે છે, અને આપણને દેશ છેડે પણ ઘણે વખત થયો છે, માટે હવે સ્વદેશ તરફ જઇએ. વામદેવે કહ્યું કે, ભાઈ ! હારે દેશમાં જવું હર્ષ ભરેલું છે, કારણ કે હવે સારી રીતે ધન-પ્રાપ્તિ થઈ છે, પણ હું શું ધારી દેશમાં આવું? આટલા વરસ પરદેશ કહાડયાં પણ હજી ખીસું ખાલી જ રહ્યું છે. ત્યાં જતાં માબાપ અને ગામના માણસો પૂછે ત્યારે જવાબ શું આપ ? દરિદ્રતા લઈને શું દેશમાં આવું? તું ખુશીથી જા. હું તો હમણાં નહિ આવું. રૂપસેને કહ્યું : મિત્ર, શોચ કર નહિ. મને જે પ્રાપ્તિ થઈ છે, તેમાંથી હું તને પણ આપીશ. એમ માનીશ કે મને પાંચ હજાર એાછા મળ્યા હતા. આપણે ભેગા આવ્યા હતા તેમ ભેગા જ જઈશું. ત્યારે વામદેવે કબુલ કર્યું. અમુક દિવસે બંને મિત્રો દેશ તરફ જવાને નીકળ્યા. દેશમાં લઈ જવાને કેટલેક સામાન લીધે છે. રેલવેનું સાધન ન હોવાથી તેમને પગરસ્તે ગાડાથી મુસાફરી કરવાની હતી. રસ્તામાં ચાલતાં વામદેવને તેના કુટિલ સ્વભાવ પ્રમાણે રૂ૫સેનનું સર્વ ધન પડાવી લેવાની દુષ્ટ વૃત્તિ થઈ ૨૫સેનના જીવતાં તે ધન મળે નહિ, માટે આ જંગલમાં જ કયાં તેનું