________________
એકત્વ ભાવના
૧૪૩ મતમાં મળત થયો. પોતપોતાનાં માવિત્રની સંમતિ લઈ બંને જણ પરદેશ ખાતે નિકળ્યા. મુંબઈ કે કલકત્તા જેવા હેટા શહેરમાં આવી પહોંચ્યા. વ્યાપારમાં મુડી રોકવી જોઈએ, તે તો તેમની પાસે હતી નહિ, તેથી નોકરીની શોધ કરી બંને જણ જુદે જુદે ઠેકાણે નોકરીએ રહી ગયા. રૂપસેન વણિકપુત્ર હોવાથી તેનામાં વ્યાપારકળાના સ્વાભાવિક સંસ્કારો હતા, અને પ્રકૃતિ પણ સારી હતી, તેથી દિનપ્રતિદિન શેઠની પ્રીતિ તેના પર વધતી ગઈ અને પ્રતિવર્ષે પગારમાં પણ વધારે થતો ગયો. સાચી દાનત, હુશીયારી અને સ્થિરતા એ ત્રણ ગુણે હેય તો તેના ઉપર શેઠની પસંદગી થાય એમાં કાંઈ નવાઈ નથી. બે ત્રણ વરસ પછી દુકાનમાં તેને ભાગ રાખવામાં આવ્યો અને રૂપાસેન, શેઠનો વિશ્વાસુ ભાગીદાર બન્યો. દુકાનમાં વાર્ષિક આવક સારી હતી અને ધંધે બિનખમી હતો, તેથી રૂપસેન પાસે પૈસાનો જમાવ થવા લાગ્યો. બીજા હાથ ઉપર વામદેવ વ્યાપારના સંસ્કાર વગરને, અકુશલ, લાલચુ અને અસ્થિર મનનો હતો. તેમજ દાનત જોઈએ તેવી પાક નહોતી તેથી તે કઈ પણ ઠેકાણે ટકતો નહિ. મહીને બે મહીને તેને શેઠ બદલાવવો પડતો. બીજું ઠેકાણું શેાધી દેવાનું અને ત્યાં વામદેવને ગોઠવવાનું કામ પણ રૂપસેનને કરવું પડતું. વખતે જામીનગિરી આ પવી પડતી, તો ત્યાં પણ રૂપસેન જામીન થતો, કારણકે રૂપસેનને વ્યાપારી વર્ગમાં સારો વિશ્વાસ બેઠેલો હતો, એટલું જ નહિ પણ વખતે નેકરી વિના બેસી રહેવું પડતું ત્યારે પણ ખર્ચા માટે જોઈતા પૈસા રૂપસેન પૂરા પાડતો અને દેશમાં મોકલવા માટે પણ વારંવાર રૂપસેન વામદેવને સહાય કરતે, એમ ધારીને કે અમે બે સાથે આવ્યા છીએ અને મિત્રને મદદ કરવી એ મારો ધર્મ છે. રૂપસેન જ્યારે આવી ભલમનસાઈથી વર્તતો, ત્યારે વામદેવ ઉપરથી તે મિઠાશ રાખતો ૫ણ અંદરખાને રૂ૫સેનની હડતી સ્થિતિની ઇર્ષ્યાને લીધે તેનું ખરાબ થાય એમ ઈચ્છતો હતો. હું રઝળું છું