________________
એકત્વ ભાવના
૧૩૭ ત્યાં બીજા તરફના સત્કારની શી આશા રખાય ? ભાઈ વગર બાલાવ્યો એક ખાટલા ઉપર બેસી રહ્યો. ઘરના માણસો બધા જમી ગયા ત્યાંસુધી પણ કોઈએ તેને જમવાનું કહ્યું નહિ. ગમે તે સહનશીલતાવાળો માણસ હોય, તોપણ આવા અનાદરથી મનને ખેદ તે થાય જ. ફકીરચંદ ખેદ સાથે વિચાર કરતો હતો કે આના કરતાં અહિં ન આવ્યો હોત તો સારૂં. અરે મેં તો આંહિ હેનની સ્થિતિ સારી છે તેથી કંઈક આશ્રય મળશે એમ ધાર્યું હતું, તે આશા તો દૂર રહી પણ આશ્વાસન સરખું પણ ન મળ્યું. હા દેવ ! હા નસીબ! કોઈનો દોષ નથી, મારી દશાનો જ દેષ છે. નહિતો બાપની આટલી મીલકત શું કામ ચાલી જાય ? અરેરે ! આવા જીવતર કરતાં મેત શું ખરાબ ? હે હંસ ! હે પ્રાણ! આ દુઃખી અને દુર્ભાગી શરીરમાં પડયા રહેવું તમને કેમ ગમે છે? આમ અફસોસ કરતાં ફકીરચંદભાઈને કાઈ એ બોલાવ્યો કે ચાલો જમી લે. ભાઈ જમવા ગયે પણ ત્યાંયે અપમાન. સારા સારા ભેજનની આશા રાખી હતી પણ તે જ્યાં તેના ભાગ્યમાં હતું ? તેના નશીબમાં તે ખાટી છાશ અને જેટલો એ બે જ વાનાં હતાં, અને તે પણ નોકર ચાકરની પંક્તિમાં. પિસાવાળી બહેનના ઘરમાં ઘણે વરસે આવેલા -ભાઈની આવી સરભરા કાંઈ છેડી દુઃખદાયક ન ગણાય, પણ શું ઉપાય ? બિચારા ગરીબ ફકીરચંદનું શું બળ? અહિ કોણ તેનો સગે? બહેન તો પોતે પૈસાવાળો થઈ ઠાઠ માઠ કરી આવ્ય હેત તે સગી થાત. વાચક ! સંસારના સંબંધીઓના સંબંધ કેવા પ્રકારના છે, તેને બરાબર અહિ નિરીક્ષણ કરજે. ભાઈ જમતો હતો ત્યારે પ્લેન તો ક્યારનીએ જમીને અંદરના ઓરડામાં પલંગ ઉપર પડી ગઈ હતી. વધારે જોઈએ તે માંગી લેજો એમ કહેનાર પણ ત્યાં કેઈ નહતો, તો પછી આગ્રહ કરનારની કયાં રાહ જોવી ? ! ગુસ્સો અને ખેદને દુર્બળતાના પડ નીચે દબાવી ફકીરચંદ હાથ ધોઈ એક બાજુએ પડેલા ખાટલા ઉપર થાક ઉતારવાને સૂતે. ખેદ અને