________________
એકત્વ ભાવના
૧૩૫
પુત્ર અને પુત્રીને યોગ્ય વયમાં સારે ઠેકાણે પરણાવ્યાં. કેટલાક વખત પછી શેઠ પરલોકવાસી થયા અને ઘરનો કારભાર ફકીરચંદના હાથમાં આવ્યો. પુન્યની અજબ લીલા છે. માણસની દશા હમેશ સરખી રહેતી નથી. એક દિન રાજા ને બીજે દિન રાંક એવા દાખલા પણ દુર્લભ નથી. સૂર્યની એક દિવસમાં ત્રણ અને વસ્થા બદલાય છે તો માણસની બદલાય તેમાં શી નવાઈ ? પિતા ગુજરી ગયા પછી દિવસે દિવસે વ્યાપારમાં ધક્કો લાગવા માંડ્યો, આસામી ખાદ પડી, જેના હાથમાં તેના મહોમાં એવી રીતે ૫સાનો ઘસારો થતાં ફકીરચંદભાઇની ફિકર વધતી ગઈ. એક દિવસ એ આવો પુગ્યો કે ફકીરચંદભાઈ ખરેખર એક ફકીર જેવા જ બની ગયા, સંપત્તિ સર્વ ચાલી ગઈ. ઘરબાર સ્થાવર મીલકત સધળી ઘરાણે મુકાઈ ગઈ. તે ઉપરાંત કરજ થઈ ગયું. થોડા વખત સુધી સગાંઓ તરફથી સહાય મળી પણ તે ક્યાં સુધી ચાલે ? ગરીબાઈના વખતમાં સગાં પણ થોડાં જ રહે છે. આખરે ફકીરચંદના ઘરમાં વસ્ત્ર અને અન્ન એ બંને ચીજની તંગી પડવા માંડી. લુગડાને હજી પણ થાગડ થીગડ થાય, પણ પેટને થીગડું કામ આવતું નથી. ભૂખ અને દુઃખથી કંટાળી જઈ સ્ત્રીને પિયરમાં રવાના કરી ફકીરચંદે પરદેશ તરફ પ્રયાણ કર્યું. જેને ઘોડા કે ગાડી વિના ચાલતું નહિ, તેને આજે લાંબી મુસાફરી પણ પગે કાપવાનો વખત આવ્યો. હા દૈવ ! તારી ગતિ અજબ તરેહની છે. ખરેખર વખતની બલિહારી છે. માણસ તેનું નામ કે જેને જેવો વખત આવે તેને અનુકૂળ થઈ જાય. ફકીરચંદના શરીર ઉપર હજારની કિંમ્મતનાં ઝરીયાન વસ્ત્રો અને લાખની કિસ્મતના હાર અને માળાઓ રહેતાં હતાં, પણ આજે તે ફાટયાં તૂટયાં એક બે ચિંથરા જેવાં લુગડાં સિવાય કશું નથી. ફકીરચંદના મનમાં વિચાર થયો કે રસ્તામાં હેનનું ગામ આવે છે તેની સ્થિતિ પણ ઘણું સારી છે. થોડા ફેરમાં છે પણ પરદેશ જવાનું છે તે બહેનને