________________
એકત્વ ભાવના
૧૩૬ વિવેચન–આગળના કાવ્યમાં જે મમતાનું સ્વરૂપ બતાવ્યું, તે મમતાનાં પાનો સંબંધ કયા પ્રકાર છે, તે આ બે કાવ્યમાં દર્શાવવામાં આવ્યો છે. એક જીવને બીજા જીવોની સાથે જે સંબંધ બંધાય છે તે બે પ્રકારનો છે. એક જન્મસંબંધ, બીજે ઐચ્છિક સંબંધ. જે કુળમાં જન્મ ધારણ કર્યો તે કુળના માણસની સાથે મા બાપ ભાઈ બહેન વગેરે સંબંધ પહેલા પ્રકારનો છે, ત્યારે સ્ત્રી અને તેનાં સંબંધીઓની સાથે સંબંધ બીજા પ્રકારનો છે. મિત્રતા-દોસ્તી પણ આ પ્રકારમાં સમાય છે. જીવ એકલો હોવા છતાં અનેકતાની પ્રતીતિ થાય છે. તે એમ માનીને આશ્વાસન લે છે કે કોઈ ફિકર નહિ, હું એક નથી પણ આ બધા સંબંધીઓ હારા છે. મહારે હાટું કુટુંબ છે. આવી માન્યતા, ઉપર કહેલા સંબંધને લીધે છે. આ સંબંધમાં જીવને એક જાતની મધુરતાને આસ્વાદ થાય છે. એ સંબંધથી એક પ્રકારની મગરૂબી આ જીવ માની લે છે. આ સંબંધની મધુરતા, રમણીયતા, સ્થાયિતા કેટલે અંશે છે તેને વિચાર આ કાવ્યમાં કરવામાં આવ્યો છે. ગ્રન્થકાર જણાવે છે કે મા, બાપ, ભાઈ, બહેન, સ્ત્રી, પુત્ર, પુત્રી વગેરે અંદરનાં સંબંધીઓ અને મામા, માસા, ફુઆ, વેવાઈ, જમાઈ, વગેરે બહારના સંબંધીઓને સંબંધ કેટલેક ઠેકાણે અલબત્ત રમશુય ભાસે છે, પણ ઉપલક દૃષ્ટિએ ઉંડા ઉતરીને વિચાર કરીએ છીએ તો આ રમણીયતા વાસ્તવિક જણાતી નથી. માતા પિતા પુત્રનું પાલન કરે છે. પુત્રની સગવડ માટે કેટલીક મુશ્કેલીઓ પિતાને શિર વહેરી લે છે. પૈસા ખર્ચીને ભણવા વગેરેનાં સાધન પૂરાં પાડે છે. લગ્ન સંબંધે થતો ખર્ચનો બોજો પણ ઉપાડી લે છે. એ બધું ખરું, પણ આમ કરવામાં માબાપને પ્રેરણું કરનાર શું માબાપની સ્વાભાવિક ઈચ્છા છે, કે પુત્ર પિતાને સંબંધ છે, કે અન્ય કંઈ છે ? દેખીતી રીતે તે એમ જણાય છે કે કુદરતી પ્રેરણાથી જ માબાપ પુત્રનું પાલન કરે છે, અને પુત્ર પ્રત્યેને તે