________________
-
-
-------
--
વાલના-ચક
અને નિસહાયતા. અર્થ-જે સ્ત્રીને તે પોતાની માની પ્રેમ રાખે છે તે હારી સ્ત્રી મૃત્યુ વખતે વિલાપ કરતી કરતી ઘરને ખૂણે બેસી રહેશે. હારા ઉપર સ્નેહ રાખનારી હારી માતા પણ ઘરથી બહાર નીકળી શેરી સુધી હને પહોંચાડવા આવશે પણ ત્યાંથી પાછી વળી જશે. હારા કુટુંબીઓ અને સગાંવહાલાં કદાચ આગળ આવશે તે સ્મશાનભૂમિપર્યત આવશે પણ ત્યારપછીનો સાથ નહિ કરે. અરે! બીજાની તે શી વાત કરવી, પણ જે આ હારું શરીર છે, જેનો સંબંધ અતિ નિકટને છે, બીજી બધી વસ્તુઓ કરતાં જેને સહવાસ હારી સાથે વધારે વખતને છે, તે શરીર પણ શું હારું થવાનું છે ? નહિ જ. તે પણ સ્મશાનભૂમિમાં બળીને ખાખ થઈ જનારું છે. ત્યારે તો એ બધાથી વિખૂટા પડીને નિસહાયપણે એકાકી જ જવાનું છે. (૨૭).
સ્ત્રીને સબંધ સ્વાર્થમય છે. હે ભદ્ર! હારી સ્ત્રી જે ને પગે લાગે છે, તું કટુ વચન કહે તોપણ તે સાંભળીને સહન કરે છે અને પ્રેમભાવ દર્શાવે છે, હારા મનને અનુસરીને વર્તી હદયને પ્રમોદ ઉપજાવે છે, અનુકૂળ ચેષ્ટા અને હાવભાવથી હારી મનોકામના પૂરી કરે છે, તે બધું શાને લીધે ? તે તું જાણે છે ? શું અંતરના હારને લીધે ? ના. ના. સ્વાર્થમય પ્રેમને લીધે તે બધું દેખાય છે. જ્યાં સુધી તું તેને હેમાંગી વસ્તુ, વ, આભૂષણે લાવી આપે છે, ત્યાંસુધીને તે યાર છે. જ્યારે હાર તરફનો તેને સ્વાર્થ સધાઈ રહ્યો એટલે સમજ કે પ્રેમને પણ અંત આવી રહ્યો. ચાલુ જન્મમાં પણ જ્યારે સ્વાર્થ સુધીનું જ સગપણ દેખાય છે, ત્યારે તે સ્ત્રી પરભવ જતાં એક ક્ષણ પણ આશ્રય આપશે એવી આશા રાખવી તદ્દન મિથ્યા છે. (૨૮)