________________
૧૩૦
ભાવના-ચાતક. સામાં નવી નવી વસ્તુઓનો સંચય થતો જતો હતો. વૃદ્ધાવસ્થામાં તો તેથી વિપરીત બને છે. સંચિત કરેલી સંપત્તિ કે માલમત્તામાંથી ભાગ પડાવનાર અનેક વ્યક્તિઓને ઉદભવ થઈ ચૂક્યો છે. પુત્ર, પુત્રી, સગાં વહાલાં સર્વે તેની મમતાની ચીજમાંથી ભાગ પડાવવા ઈચ્છે છે, ત્યારે મમતાવાન માણસને તેમાં ભાગ દેતાં કે અર્પણ કરતાં વસમું લાગે છે. આથી અંદર અંદર કસાકસી ચાલે છે, કલેશ જાગે છે, કાવત્રાં ઉભાં થાય છે, ખુની હુમલા થવા માંડે છે અને કરોળીયાની ગુંથેલી જાળમાં જેમ કોળી ફસાય છે, તેમ મમતાની ગુંથેલી જાળમાં મમત્વી માણસને ફસાવું પડે છે. વૃદ્ધાવસ્થાની દુર્બળતામાં તેની માની લીધેલી વસ્તુઓ વેરાન છેરાન થઈ જાય છે, અને મમતા તાજી ને તાજી કાયમ રહે છે તેથી તે મમતાને બીજે બહારનો ખોરાક ન મળવાથી છેવટે અંદરખાને મનને જ ડંખ્યા કરે છે. જે ડાળ પર બેસે છે, તેને જ કાપે છે. જે મનમાં નિવાસ કરે છે, તેના જ લોહીને ચૂસે છે, હદયને બાળે છે, અને અશાંતિ ઉત્પન્ન કરે છે. કદાચ પુણ્યને યોગ હોય, અને તેની માની લીધેલી વસ્તુઓ લુંટી લેવા કે તેમાંથી ભાગ પડાવવામાં સામી બાજુનાં માણસો ન ફાવે, તે પણ જ્યારે મૃત્યુને અનિવાર્ય હુમલો થશે ત્યારે તે નિરૂપાયે તે વસ્તુઓને છોડયા વિના છુટકો જ નથી. આ વખતે પણ જે મમતાનું મૂળ હદયમાંથી ઉખડી ગયું નહિ હેય તે મરનારને મતની પીડા કરતાં પણ મમતાની પીડા વધારે ખમવી પડશે, અને પરિણામે હાથમાં કંઈ પણ નહિ આવે. હસતાંએ પરાણે અને રેતાએ પરાણે એ કહેવતની માફક મતરૂપી લુંટારાના દબાણથી એક એક વસ્તુને કબજો મૂકવો તો પડશે, પણ મૂકતી વખતે તેની આંખમાંથી અશ્રુધારા છૂટે છે. હાય ! હાય ! આ મારી હવેલી, મારી વાડી, મારી ગાડી, મારી લાડી, મારી માળા, મારા હાર, મારા હાથી, મારા સાથી, અરેરે! આ સઘળું ભારે મૂકવું પડે છે. આમ હાયવોય કરતાં બૂમો પાડતાં