________________
એકત્વ ભાવના.
૧૨૯
વાર
ઉપાડવા કાઈ સ્પર્શ સરખા પણુ કરે છે તા તે તરત બૂમ પાડે છે અને રડવા બેસે છે. જ્યારે નિશાળે જવાની શરૂઆત થાય છે, ત્યારે સ્લેટ પેન ચાપડીએમાં મમત્વ વિસ્તરે છે. ભણ્યા પછી લગ્ન થાય છે અને વ્યાપારમાં પડે છે ત્યારે સ્ત્રી અને ધનમાં મમત્વ થાય છે. ક્રમે ક્રમે જ્યારે પુત્ર પુત્રી થાય છે ત્યારે તેમાં અને સગાં વ્હાલામાં મમત્વભાવ બંધાય છે. ઉમરલાયક થતાં કે માબાપ ગુજરી જતાં જ્યારે ધરના ભાર તેના ઉપર પડે છે ત્યારે સામાં મળેલી સઘળી ચીજોમાં ગાઢ મમત્વ દૃઢ થાય છે. હવે તેની મમતા તૃષ્ણાના રૂપમાં ફેરવાય છે. મળેલી વસ્તુઓમાં મમતા થઈ ચૂકી છે, પણ જે પેાતાના કબ્જાની નથી, જેના ઉપર પેાતાને હક્ક નથી, તેવી વસ્તુઓને પણ પેાતાની કરી લેવા પ્રયત્ન કરે છે અર્થાત્ હવે માત્ર મમતા જ નહિ, પણ તેની સાથે તૃષ્ણાના પ્રાદુર્ભાવ થાય છે. મમતા અને તૃષ્ણાના સંયુક્ત ખળથી Àાલ અને અનીતિના જન્મ થાય છે, કેમકે તેની પાતાની માની લીધેલી વસ્તુઓ ભાગવવાના તેના પોતાના એકલાના જ હક્ક છે એમ માની લેવાની તેની નાનપણની ટેવ છે, તેથી તે વસ્તુ ખીજાતે ન ભાગવવા દેવાના લેાભ થાય છે અને તૃષ્ણાને પૂરી કરવા ગમે તેવાં અનીતિનાં પગલાં ભરવા માંડે છે. જેમ જેમ વખત પસાર થાય છે તેમ તેમ મમતાનું મૂળ ઊંડું ઉતરતું જાય છે, અને બીજી તરફ મમતાના વિસ્તાર વધતા જાય છે. ખરી રીતે કહીએ તા તેના દુ:ખને વિસ્તાર વૃદ્ધિ ંગત થતા આવે છે. ચામાસાના વરસાદથી ઉગેલા છેડવાએ પ્રથમ વિસ્તાર પામી પાછળ કરમાવા સુકાવા માંડે છે, અને છેવટે વિશીણું થઇ જાય છે, પણ મમતારૂપ વેલડી તા જેમ જેમ વૃદ્ધાવસ્થા થતી આવે છે, અને મેાત તરફ પ્રયાણ થતું જાય છે, તેમ તેમ સુકાવાને બદલે પાંગરતી આવે છે. બાલ્યાવસ્થામાં હજી એટલું સારૂં હતું કે એમ મમતાનું ક્ષેત્ર વધતું જતું હતું, તેમ તે તે વસ્તુની પ્રાપ્તિ થતી જતી હતી. વાર
ટ્