________________
૧૨૮
ભાવના-શતક. તું ખાત્રીથી માન કે તે વખતે તું એકલો જ પ્રવાસી થવાને છે; કંઈ પણ હારી સાથે આવવાનું નથી અને હારું થવાનું નથી. (૨૬)
વિવેચન–બાળક જ્યારે જન્મે છે, ત્યારે માત્ર પોતાના દેહને જ પોતાને કરી માને છે. દેહને કાંઈ ઈજા થાય છે કે ભૂખ લાગે છે ત્યારે રડે છે. દેહ સિવાય બીજી વસ્તુઓમાં તેને મમત્વ ન હેવાથી, તે વસ્તુઓ રહે વા નષ્ટ થાય તો પણ તેથી બાળકને દુઃખ લાગતું નથી. કિંઘહુના આ વખતે તેને જન્મ આપનાર માતા, કદાચ મરી જાય તે પણ તેથી બાળકને દુઃખ લાગતું નથી, કારણ કે હજી માતામાં તેને મમત્વ બંધાયું નથી, જ્યારે તે કંઈક સમજવા માંડે છે અને માતાને ઓળખતાં શીખે છે, ત્યારે તેનું મમત્વ વિસ્તાર, પામ્યું. હવે તે બાળક પિતાના દેહની માફક પિતાની માતાને પણ પિતાની કરી માને છે. માતામાં મમત્વ બંધાયું, એટલે માતાનો સહવાસ સુખકર અને તેનો વિગ દુઃખકર જણાવા માંડે છે. મા સિવાય બીજું કઈ તે બાળકને લે છે કે તરત તે રડવા માંડે છે. જેમ જેમ કુટુંબનાં બીજાં માણસને ઓળખતો જાય છે તેમ તેમ તેનું મમત્વ વિસ્તાર પામતું જાય છે. અત્યાર સુધી બાળકના રમાડનાર ઉછેરનાર અને પાળનાર સંબંધીઓના દર્શન, સ્પર્શ કે સહવાસની તેને આકાંક્ષા નહતી, પણ તેમાં મમત્વ બંધાયા પછી જે તેમને સહવાસ, દર્શન કે સ્પર્શ થતો નથી તો તેથી બાળકને દુઃખ લાગે છે. ચેતનવાળી વસ્તુ પછી જડ વસ્તુઓમાં તેને મમત્વગ્રહ થાય છે. પિતાનાં રમકડાં ઢીંગલા ઢીંગલીઓને માર કરીને માનવા માંડે છે. સુવાનું પારણું અને ફરવાની ગાડલી વગેરેમાં મમત્વ બંધાય. છે. ત્યારે તે વસ્તુઓને બીજું કઈ બાળક લે તો તરત તેને દુઃખ લાગે છે. તે વસ્તુઓ ઉપર જાણે તેનો પોતાનો એકલાને જ હક્ક હોય તેમ તે માને છે. પિતાની માની લીધેલી વસ્તુઓને ઉપયોગ પિતાને એકલાને જ મળે તેમ ચાહે છે. બીજો કોઈ તેમાં ભાગદાર થાય છે તે તે તેને ગમતું નથી. તેની વસ્તુઓને