________________
૧૨૬
ભાવના-શતક રહેવા પામ્યાં હતાં. ઘાસની તંગીને લીધે સારા ગૃહસ્થોના ઘરનાં જનાવરો પણ ભુખે મરતાં જોવામાં આવ્યાં હતાં, તો ગરીબોની તો -વાત જ શી કરવી? જનાવરેના ભોગથી દુકાળ રૂ૫ દૈત્યને જાણે તૃપ્તિ ન થઈ હોયની, તેમ જનાવર પછી માણસેનો વારો નીકળ્યો. જંગલમાં ઠેકાણે ઠેકાણે માણસેના માથાની ખોપરીઓ રઝળતી હતી. મુડદાને ઉપાડનાર પણ મળતા નહિ, તેથી ખાડાઓ મુડદોની ભરતીથી પુરાતા જોવામાં આવતા હતા. અને માટે માબાપ પોતાના છોકરાઓને વેચતાં હતાં, અગર એકાંતમાં મૂકી ચાલ્યાં જતાં હતાં. આવી ભયંકર સ્થિતિ એક વરસના દુકાળને લીધે થવા પામી હતી; તે જ્યારે બબે ચાર ચાર અને બાર બાર દુકાળ સાથે પડયા હશે ત્યારે માણસની સ્થિતિ કેવી થઈ હશે, તેની કલ્પના તુલનાબુદિથી થઈ શકે તેમ છે, અને તે કલ્પના પથ્થર જેવા હૃદયને પણ પિગળાવવા પુરતી છે. સાંભળવા પ્રમાણે બાર દુકાળીમાં લાખો સેનામ્હારે આપતાં પણ શેર અનાજ મળવું મુશ્કેલ થઈ પડતું. સાધુ જનેને ભિક્ષા પણ દુષ્કર થઈ પડી હતી. જ્યાં અન્નના સાંસા ત્યાં જ્ઞાન કે ધર્મ કર્મ પણ કયાંથી સૂઝે?
આ બધું ધ્યાનમાં રાખીને કાવ્યના ચોથા પદમાં કહેવામાં આવ્યું છે કે “વિપનિવાઢાકવંતન તિ” અગ્રિની જવાળા જેમ ચારે તરફથી નીકળે છે, તેમ આ જગતમાં વિપત્તિની જ્વાળા એક તરફથી નહિ પણ ચારે તરફથી નીકળવા માંડે છે. એક તરફ યુદ્ધ તો બીજી તરફ મરકી, ત્રીજી તરફ દુકાળ તે ચોથી તરફ કેલેરા કે મેંઘવારી, અનેક વિપત્તિઓથી આ સંસાર બળી જળી રહ્યો છે. તેમાં શાન્તિ કયાંથી મેળવી શકાય? બળતાં ઘરમાંથી સારભૂત વસ્તુ લઈ જઈ એકાંતમાં મૂકે તો જેમ ભવિષ્યમાં સુખ મળે, તેમ બળતા સંસારમાંથી પોતાના આત્માને ઓળખી–આત્મજ્ઞાન પ્રાપ્ત કરી ઉપાધઓથી દૂર રહે તો જ માત્ર આ વિપત્તિથી બચી શકાય, અને શાંતિ મેળવી શકાય. (૨૫)