________________
સંસાર ભાવના.
૧૨૫ તેથી સીધી રીતે અશાંતિ ભોગવવી પડતી નથી. કદાચ આ કથન ખરું માની લઈએ તોપણું થયું ? લડાઈની પેઠે પ્લેગ મરકી જેવા ખુનખાર દરદો કયાં થોડાં છે? આ દર માણસની પસંદગી ઉપર. આધાર રાખતાં નથી. એક યોદ્ધો લશ્કરમાં જોડાય ત્યારે જ તેને ખમવું પડે છે, પણ લશ્કરમાં જોડાવું કે નહિ, એ કેટલેક અંશે કેટલાએક દેશોમાં તેની મરજી ઉપર રહેલું છે. પણ પ્લેગ-મરકીનો હુમલો અચાનક કોઈ પણ સ્ત્રી કે પુરૂષ, બાળક કે વૃદ્ધ, અપરાધી કે નિરપરાધી ઉપર થાય છે. એકના છાંટા ઉડી બીજા ઉપર પડે છે અને બીજે સપડાય છે. ઘરનાં ઘર અને દુકાનની દુકાન તથા કુટુંબનાં કુટુંબોની પાયમાલી થતી જોવામાં આવે છે. જે ઘરમાં કે કટુંબમાં પંદર પંદર વીશ વીશ માણસો હતાં, તે કુટુંબમાં એક પણ માણસ ન મળે. આ સઘળી પ્લેગની પાયમાલી ગમે તેવા કઠણ હૃદયને પણ ધ્રુજાવે તેવી શું નથી ? તેમાં બાપ દીકરાની સંભાળ લેતો નથી, દીકરો બાપની સારવાર કરતો નથી. સ્ત્રી પતિને છેડી પિતાના બચાવનો માર્ગ શોધે છે તો પતિ સ્ત્રીને મૂકી પલાયન કરે છે. આવી નિષ્ફરતા અને સ્વાર્થવૃત્તિને જન્મ આપનાર બીજું કોઈ નહિ પણ પાપી પહેગને જ તે પ્રભાવ છે. અરે પ્લેગને પણ ભૂલાવે તેવી એક ભયંકર ચીજને આપણે કેમ ભૂલી જઈએ છીએ? તે ચીજ દુકાળ છે. પ્લેગ તો હજીએ ઉંદર મારફત માણસને સૂચના આપે છે, અને તેથી ચેતી જઈ જે માણસે તે ભૂમિને છોડી બીજે નિવાસ કરે તે પ્લેગના પંજામાંથી બચવા પામે છે, પણ દુષ્કાળની પીડા તો ત્યાં પણ નડે છે. ભૂતકાળના દુકાળનું માત્ર વર્ણન સાંભળીએ છીએ. પણ સંવત ૧૯૫૬ ની સાલનો દુકાળ તે વાચકેમાંના ઘણાખરાએ જોયો હશે. અહાહા ! તે ભયંકર કાળને યાદ કરીએ છીએ ત્યારે રૂંવા ખડા થાય છે. જનાવરની ખુવારીની તો હદ જ નહોતી. ચોમાસું બેસતાં જે ઘરમાં પચીસ પચીસ પચાસ પચાસ જાનવરો હતાં, વૈશાખ અને જેઠ માસ આવતાં તેમાંના એક બે પણ ભાગ્યે જ