________________
૧૨૪
લાવના-શતક
કરવા આવ્યું. લાખો માણસો લેહીલુહાણ થઈ મરણ શરણ થવા લાગ્યા. માટી અને લોહીના મિશ્રણથી બનેલા કાદવમાં જ છેડે ન આવ્યો, કિન્તુ લોહીની રેલમ છેલ થઈ નદી ચાલી. માણસે માણસોની લડાઈથી પૂર્ણાહુતિ ન થતાં ચમરેંદ્ર અને શૉંદ્ર જેવા મોટા ઇદ્રોએ કેણિકનો પક્ષ લઈ લડાઈમાં ભાગ લીધો. રશિલા અને મહાકંટક નામના બે સંગ્રામમાં બે દિવસમાં જ એક કરોડ એંસી લાખ માણસોના જાનનું બલિદાન અપાયું. આ શું થોડી ભયંકરતા ?! એક સ્ત્રીના હૃદયનો લોભ તૃપ્ત કરવા કરોડો માણસનું બલિદાન ?! આ ભયંકરતા-દુષ્ટતા એક જમાનાની નહિ પણ અનેક જમાનાની છે.
દષ્ટાંત–વિપાક સૂત્રમાંના સિંહસેન રાજાનું દૃષ્ટાંત પણ તે જ હકીકત પૂરી પાડે છે. એક શ્યામા નામની રાણીના ઉપર મેહનેહને લીધે સિંહસેન રાજાએ બીજી ૪૯૯ રાણીઓ, તેનાં માબાપ અને સંબંધીઓને છળ કપટથી લાખાગૃહમાં પૂરી એકી સાથે અચાનક અગ્નિ સળગાવી હજારે નિર્દોષ મનુષ્યના પ્રાણ લીધા. એકના રાગમાં અંધ બની હજારોની સાથે વેરભાવ બાંધી, લાકડાને બદલે માણસની હેળી સળગાવી, એ પણ કંઈ ઓછી ભયંકરતા ન કહેવાય.
આવા અનેક દાખલા શોધવા ભૂતકાળમાં ભ્રમવાની કંઈ જરૂર નથી. વર્તમાન કાળ તરફ જ નજર કરીએ તો પણ તેનું તે જ દેખાય છે. હાલમાં ચાલતી યુરોપી રાજ્યોની ભયંકર લડાઈ કે જેમાં લાખો જાની આહુતિ અપાઈ રહી છે, હજારો કુટુંબ નિરાધાર થઈ રહે છે, આખા દેશના દેશ ઉજજડ વેરાન થઈ જાય છે તે પણ શું થોડું ત્રાસદાયક છે? આવી અનેક લડાઈઓ કાળે પિતાના ગર્ભમાં શમાવી રાખેલ છે. તે દ્વારા જગતમાં અશાંતિને પ્રચાર થાય છે. આપણી અશાંતિની હદ કેવળ લડાઇથી જ બંધાતો નથી. લડાઇની અશાંતિ લડાઈમાં જોડાયેલ લશ્કરીઓ અને જે દેશમાં લડાઈ ચાલતો હોય તે દેશને તેથી સીધી રીતે ખમવું પડે છે, પણ તે સિવાય બીજાઓને